કોરોના પોઝીટીવ હોમ ક્વોંરેન્ટીન મહિલા પર 3 હવસખોરોએ ચપ્પુની અણીએ આચર્યું દુષ્કર્મ અને…

હાલમાં દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આજકાલ તો મહિલાઓ હોસ્પીટલમાં પણ સુરક્ષિત નથી. આ દરમિયાન ઇન્દોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે…

હાલમાં દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આજકાલ તો મહિલાઓ હોસ્પીટલમાં પણ સુરક્ષિત નથી. આ દરમિયાન ઇન્દોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કોરોના સંક્રમિત હોમ ક્વોંરેન્ટીન મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

આ ઘટના લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની પંચવટી કોલોનીની છે. જાણવા મળ્યું છે કે, પીડિત યુવતીનો કોરોના રીપોર્ટ થોડા દિવસ પહેલા જ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે ઘરમાં ક્વોંરેન્ટીન થઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને 3 હવસખોરોએ તેના ઘરમાં ઘૂસી ગયા હતા.

પીડિતાએ એએસપી રાજેશ રઘુવંશીને જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે 2 વાગ્યે મેં જયારે ઊંઘમાંથી જાગીને જોયું તો મારા પલંગ પાસે 3 શખ્સ ઉભા હતા. તેમને છરી, કટર, અને કાતર બતાવીને પૈસાની માંગણી કરી હતી. ત્યારે મેં તેમને 50 હાજર રૂપિયા અને બે મોબાઈલ પણ આપ્યા હતા. ત્યારબાદ આ ત્રણેય શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમીયા હું હત્યાના દરથી અને કોરોનાને લીધે શરીરમાં નબળાઈ હોવાથી તેમનો સામનો કરી શકી નહોતી.

ત્યારબાદ પીડિતાએ શુક્રવારે પોલીસને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, આ ઘટના બાદ પણ એક શખ્સ મારા ઘરની બહાર ચોકી કરી રહ્યો હતો. જેથી હું પોલીસ પાસે જઈ શકું નહિ. તે સવારના 5 વાગ્યા સુધી બહાર જ રહ્યો હતો અને ત્યારબાદ અંજવાળું થતા જ ત્યાંથી ભાગી ગયો હતો.

આ અંગે આઈજી હરિનારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું હતું કે, એ વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. આ ત્રણ શખ્સમાંથી એકનું નામ દીપક છે અને બીજા બે સગીર છે. આ બંને સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમને પોલીસ સામે ગુનાની કબુલાત પણ કરી છે. પોલીસ દ્વારા બંને સગીરના ઘર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, એક આરોપી નાળામાં છુપાયો હતો અને આ બંને આરોપી દ્વારા ચોરીની ઘટનામાં સંડોવણી હોવાની પણ કબુલાત કરવામાં આવી છે. હાલ આરોપી દીપક હજી ફરાર છે. તે પણ પંચવટી આસપાસના વિસ્તારમાં જ રહે છે. તેમણે યુવતી એકલી હોવાથી કાવતરું રચ્યું હતું. હાલ પોલીસ દ્વારા બીજા આરોપીની શોધખોળ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *