ગઈકાલે ક્રુરતા પૂર્વક દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાનું દર્દનાક મોત- પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી આચરી હતી હેવાનિયત

મુંબઈ: ગુરુવારે મુંબઈમાં અંધેરીના સાકીનાકા વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં મારપીટનો શિકાર બનેલી પીડિત મહિલાનું લગભગ 30 કલાક બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.…

મુંબઈ: ગુરુવારે મુંબઈમાં અંધેરીના સાકીનાકા વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં મારપીટનો શિકાર બનેલી પીડિત મહિલાનું લગભગ 30 કલાક બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર સળિયા વડે ગંભીર હુમલો કર્યો હતો. આ પીડિતાની સારવાર મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જાણવા મળ્યું છે કે, આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

બહાર આવેલા CCTV ફૂટેજનાં આધારે આ ઘટના ગુરુવારે રાત્રે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. જેમાં જોવા મળે છે કે, દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાને સળિયાથી ગંભીર રીતે ઇજા પહોંચાડે છે. ત્યારબાદ તે તેને ગંભીર સ્થિતિમાં પિક-અપ વાનમાં ફેંકી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે, અંધારી રાત હોવાથી ફૂટેજ બહુ સ્પષ્ટ દેખાતા નથી. પરંતુ, આરોપીનાં કરતૂત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ જ ફૂટેજના આધારે હાલ આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો
આ અંગે સાકીનાકા પોલીસ સ્ટેશનના સીપીઆઈ બળવંત જાધવે જણાવ્યું હતું કે, આરોપી ચૌહાણને સજા અપાવવામાં સીસીટીવી ફૂટેજ નિર્ણાયક પુરવાર થશે. આરોપીને પકડ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી છે. ત્યારબાદ વીડિયો ફૂટેજ બતાવ્યા હતા અને આરોપી દ્વારા ગુનાની કબૂલાત કરવામાં આવી હતી.

તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આરોપીને મહિલા રસ્તા પર ચાલતી જોવા મળી હતી. બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માગતો હતો. તેથી તેણે પ્રાઈવેટ પાર્ટ પર સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યાના પંદર મિનિટ બાદ ત્યાંથી પસાર થતા કોઈએ મહિલાને લોહીલુહાણ જોઈ અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *