370, અયોધ્યા, NRC બાદ હવે આ કામ છે અમિત શાહના વેઈટિંગ લીસ્ટમાં- જાણો આહિયા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી માને છે કે, પાક અધિકૃત કશ્મીર ભારતનું જ છે અને ભારતમાં તેનો સમાવેશ થવો જ જોઇએ. તેમણે સ્પષ્ટપણે…

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી માને છે કે, પાક અધિકૃત કશ્મીર ભારતનું જ છે અને ભારતમાં તેનો સમાવેશ થવો જ જોઇએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આમાં ભ્રમમાં રહેવાની કોઇ વાત નથી. વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, યોગ્ય સમય આવશે એટલે સરકાર આ બાબતે પણ નિર્ણય કરશે.

તેમણે જણાવ્યું કે, આવી વસ્તુઓની જાહેરાત એડવાન્સમાં કરવાથી સફળતા મળી શકતી નથી. આગળ શું કરવાનું છે, તેના જવાબમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, ગૃહ મંત્રાલયને હજી સીઆરપીસી અને આઈપીસીનું અમેન્ડમેન્ટ કરવાનું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સીમા સુરક્ષા બળમાં કેટલાંક મહત્વનાં પરિવર્તન કરવાનાં છે. સમસ્યાઓ ઘણી છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, દેશને આગળ વધારવાનો છે. પાંચ ટ્રિલિયન ઈકોનૉમી તરફ લઈ જવાનો છે. તેમણે જણાવ્યું કે, દુનિયામાં ભારતનું સન્માન વધારવાનું છે અને દુનિયાના ત્રણ મહત્વના દેશોમાં ભારતને સ્થાન અપાવાનું છે.

ઘરે-ઘરે પહોંચાડી વિજળી, હવે પહોચાડવું છે પાણી

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, 2014 થી 2019 સુધીમાં અમે ઘરે-ઘરે ગેસ, શૌચાલય અને વિજળી પહોંચાડી, હવે 2024 સુધીમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઘણાં કામ કરવાનાં છે, કારણાકે 70 વર્ષ સુધી કોઇએ કઈં કર્યું જ નથી. રામ મંદિરના નિર્માણ અંગે શાહે જણાવ્યું કે, ચાર મહિનામાં આસમાનને અડી જાય એવા રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અમને મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાના આદેશ આપ્યા છે. અમે ત્રણ મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરી દેશું અને ચાર મહિનામાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *