રીપોર્ટમાં થયો ખુલાસો: 15 મે સુધીમાં ભારતમાં થશે હજારો મોત, 5 લાખથી વધુ હશે કોરોના પોઝીટીવ

Published on Trishul News at 5:43 PM, Thu, 23 April 2020

Last modified on April 23rd, 2020 at 6:58 PM

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં મે મહિનાના મધ્ય સુધીમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે અને સંક્રમણથી મરનારાઓની સંખ્યા 661 વધીને 38,220 સુધી પહોંચી શકે છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકે છે. આ અનુમાન ભારતની ચાર મોટી રિસર્ચ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ રીસર્ચ, ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ (બેંગલોર), આઇઆઇટી બોમ્બે અને આર્મ્ડ ફોર્સેજ મેડિકલ કોલેજ જેવી સંસ્થાઓનો સમાવેશ થયો છે.

રિસર્ચ અનુસાર મે મહિનામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધવાથી દેશમાં 76,000 આઇસીયુ બેડની જરૂર પડશે. મહત્વની વાત તો એ છે કે આ ચાર સંસ્થાઓની ઇટલી અને ન્યૂયોર્ક પર કોરોના સંક્રમિત લોકો અને તેનાથી મૃત્યુ પામતા લોકો અંગેની ભવિષ્યવાણી લગભગ સચોટ સાબિત થઇ છે.

JNCASR ના એસોસિયેટ પ્રોફેસર સંતોષ અંશુમલીએ ધ ન્યૂયોર્ક એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે – ‘હાલના ડેટાને આધારે આ મોડલ થી ખરાબમાં ખરાબ હાલત નું અનુમાન કાઢવામાં આવ્યું છે. ૧૯મી મે સુધી મૃતકોની સંખ્યા ૩૮ હજાર આસપાસ રહેશે. વર્તમાન સમયનો ડેટા આવ્યાની સાથે આ આંકડો બદલી પણ શકે છે. અમારો ધ્યેય આ રિસર્ચ ના આધારે સિસ્ટમને એલર્ટ કરવું અને આઈ મિસ યુ તથા અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનો છે. “

ચાર અઠવાડિયાં અનુમાન મુજબ 28 એપ્રિલ સુધી દેશમાં મૃતકોની સંખ્યા 1012 સુધી પહોંચશે. જ્યારે આગલાં અઠવાડિયે 5 મે સુધી 3258 લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. ત્રીજા અઠવાડિયે 12 મે સુધી 10,294 અને ચોથા અઠવાડિયે મૃતકોની સંખ્યા 38,220 સુધી પહોંચશે.

અંસુમાલીના મુજબ, આ મોડલમાં 3 મે પછી લોકડાઉન ખુલ્યા ની પરિસ્થિતિ નું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. લોકડાઉન ખુલ્યા બાદ મૃત્યું આંકડામાં વધારો થઇ શકે છે. પરંતુ જો લોકડાઉન ચાલુ રહેશે તો મૃત્યુના આંકડામાં થોડો ઘટાડો થઈ શકે છે. ખાસ વાત તો એ છે કે આ મોડલને લોકો ના આંકડા ના બદલે મૃત્યુના આંકડાઓને આધારે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મીઓ અને વેન્ટિલેટર તથા ઓક્સિજન માસ્ક ની કેટલી જરૂર પડશે તે પણ સ્ટડીમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "રીપોર્ટમાં થયો ખુલાસો: 15 મે સુધીમાં ભારતમાં થશે હજારો મોત, 5 લાખથી વધુ હશે કોરોના પોઝીટીવ"

Leave a comment

Your email address will not be published.


*