ભાઈને રાખડી બાંધવા જતી સગીરા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ચાર નરાધમો- બાળકી ચીસો પાડતી રહી પરંતુ…

કાળજું કંપાવતી ઘટના સામે આવી રહી છે. રક્ષાબંધનના દિવસે જ એક બહેન પર ચાર ચાર નરાધમો ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા હતા.  એક સગીર છોકરી…

કાળજું કંપાવતી ઘટના સામે આવી રહી છે. રક્ષાબંધનના દિવસે જ એક બહેન પર ચાર ચાર નરાધમો ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા હતા.  એક સગીર છોકરી (ઉં. 14) પર ચાર યુવકોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. તે તેના ભાઈને રાખડી(Rakhi) બાંધવા જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં 4 વ્યક્તિઓએ તેનું અપહરણ(Kidnapping) કરી રસ્તાની બાજુમાં ઝાડીમાં લઈ ગયા હતા.

ત્યારબાદ તેમણે તેની સાથે ચારેયે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકી ચીસો પાડતી રહી પરંતુ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહિ. અચાનક રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્કોર્પિયો(Scorpio) સવારે છોકરીની ચીસો સાંભળી અને પછી ઝાડી તરફ ભાગીને જોવા ગયો. તેને જોઈને ચારેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાં સુધીમાં યુવતીને ઘણી ઈજાઓ થઇ હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર પણ ઘણી ઈજાઓ થઇ હતી.

ઘટના બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. સ્કોર્પિયો સવારે સ્થાનિક લોકોની મદદથી પીડિતને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં તેની હાલત હાલમાં સારી છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી થાનેદાર પંકજ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.

કસ્ટડીમાં એક આરોપી:
પોલીસ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિતાના નિવેદન પર પવન કુમાર, અંકિત કુમાર, ઈમામુદ્દીન, દિનેશ કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમાંથી એકને દરાડો પાડીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે.

પીડિતા મામાના ઘરે રહે છે:
તે જ સમયે, પીડિતાના નિવેદન પર ભગવાનપુર હાટ પોલીસ સ્ટેશનના રહેવાસી પવન કુમાર, અંકિત કુમાર, ઈમામુદ્દીન, દિનેશ કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતા તેના મામાના ઘરે રહે છે. પરિવાર ન્યાય માટે આજીજી કરી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ નિર્જન હોવાને કારણે આસપાસ નશાખોરો અને કુપોષિત યુવાનોનો જમાવડો રહે છે. જેના કારણે તેઓ શાળાએ જતી છોકરીઓને હેરાન કરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *