દેશના 4 કરોડ ખેડૂતોને નથી મળ્યો PM કિસાન યોજનાનો 12મો હપ્તો- જોઈ લ્યો તમારું નામ તો નથી ને આમાં!

Published on Trishul News at 1:01 PM, Wed, 19 October 2022

Last modified on October 19th, 2022 at 1:01 PM

PM કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan)માં છેતરપિંડી રોકવા માટે, ફરજિયાત ઇ-કેવાયસી(e-KYC) ને કારણે કરોડો ખેડૂતોને આ વખતે તેમના હપ્તા ગુમાવવા પડશે. જે દિવસે હપ્તો જાહેર થયો તે દિવસે 2.50 કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલવામાં આવ્યો ન હતો. કારણ કે છેલ્લી વાર એટલે કે જ્યારે 11મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, તે સમયે એક મહિનાની લાંબી રાહ જોયા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને આ રકમ ₹21,000 કરોડથી વધુ હતી.

અત્યારે 4 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાથી વંચિત છે:
આ વખતે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ 12મો હપ્તો અથવા ઓગસ્ટ-નવેમ્બર 2022નો હપ્તો જાહેર કર્યો. કુલ હપ્તાની રકમ ઘટીને ₹16000 થઈ ગઈ છે. એટલે કે 5000 કરોડ રૂપિયા ઓછા. તે મુજબ 2.50 કરોડ ખેડૂતોને હપ્તો મળ્યો નથી. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન પોર્ટલ પર 12 કરોડથી વધુ ખેડૂતો નોંધાયેલા છે. નોંધાયેલા ખેડૂતોની સંખ્યાની સરખામણી કરીએ તો હાલમાં 4 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાથી વંચિત છે.

પીએમ કિસાન યોજનાની નિર્ધારિત જોગવાઈઓ મુજબ, દર વર્ષે 5% લાભાર્થીઓની ભૌતિક ચકાસણી ફરજિયાતપણે કરવામાં આવે છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે ટ્વીટ કર્યું, વેબ-પોર્ટલ http://pmkisan.gov.in પર રાજ્ય/સંઘ રાજ્ય દ્વારા અપલોડ કરાયેલા લાભાર્થીઓના 100% ભૂલ-મુક્ત ડેટાના આધારે PM-કિસાન યોજના હેઠળ નાણાકીય લાભો ટ્રાન્સફર કરવામાં આવે છે.”

11,26,30,643 ખેડૂતોને છેલ્લો હપ્તો મળ્યો છે
છેલ્લો હપ્તો 31 જુલાઈ સુધી ખેડૂતોના ખાતામાં જતો રહ્યો. કુલ 11,26,30,643 ખેડૂતોને છેલ્લો હપ્તો મળ્યો છે. આ વખતે 2.5 કરોડનો ઘટાડો થઈ ચૂક્યો છે અને જો કેન્દ્ર અને રાજ્ય સરકારો છેતરપિંડી રોકવા માટે સમાન કડક પગલાં લે તો 30 નવેમ્બર, 2022 સુધીમાં હપ્તાઓની સંખ્યા 10 કરોડ સુધી પહોંચી જાય તો મોટી વાત ગણાશે.

ચેક કરો લીસ્ટ:
સૌથી પહેલા PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ. હોમ પેજ પર મેનુ બાર પર જાઓ અને ‘ફાર્મર કોર્નર(FARMERS CORNER)’ પર જાઓ. અહીં લાભાર્થીની યાદી(Beneficiary List) પર ક્લિક/ટેપ કરો. આ કર્યા પછી તમારી સ્ક્રીન પર એક પેજ ખુલશે. અહીં તમે રાજ્યમાં ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારું રાજ્ય પસંદ કરો. આ પછી બીજા ટેબમાં જિલ્લો, ત્રીજામાં તાલુકો  અથવા ઉપ જિલ્લા, ચોથામાં બ્લોક અને પાંચમામાં તમારા ગામનું નામ પસંદ કરો. આ પછી, તમે ગેટ રિપોર્ટ(Get Report) પર ક્લિક કરો કે તરત જ આખા ગામનું લિસ્ટ તમારી સામે આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "દેશના 4 કરોડ ખેડૂતોને નથી મળ્યો PM કિસાન યોજનાનો 12મો હપ્તો- જોઈ લ્યો તમારું નામ તો નથી ને આમાં!"

Leave a comment

Your email address will not be published.


*