માતાજીના દર્શને જતા પરિવારને રસ્તામાં જ થયો કાળનો ભેટો, માં-દીકરા સહીત ચાર લોકોના દર્દનાક મોત

Published on Trishul News at 1:58 PM, Mon, 17 April 2023

Last modified on April 18th, 2023 at 6:26 PM

સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. આપણે અનેક એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી જ હશે, જેમાં કોઈ બીજાની ભૂલને કારણે અનેક પરિવારો વિખરાય જતા હોય છે, ત્યારે આવી જ વધુ એક અકસ્માતની ઘટના રાજસ્થાનમાં આવેલા ધોલપુરથી સામે આવી છે.

ધોલપુર-કરૌલી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.

બારીથી ધૌલપુર પરત ફરી રહેલા એસપી મનોજ કુમાર ઘટનાસ્થળે રોકાયા અને એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. માહિતી મળતા જ સીઓ સિટી સુરેશ સાંખલા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. કારમાં ડ્રાઈવર ઉપરાંત બે અલગ-અલગ પરિવારની મહિલાઓ અને બાળકો પણ હતા.

સીઓ સિટીએ માહિતી આપી હતી કે, મધુનગર કોલોની, આગ્રા (ઉત્તર પ્રદેશ)ના 8 રહેવાસીઓ કારમાં કૈલા દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે-11B પર કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ખુબજ હોબાળો મચી ગયો હતો.

સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને કારમાંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ઇજાગ્રસ્તોની હાલત જોતા પ્રાથમિક સારવાર બાદ તેઓને રીફર કરાયા હતા. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ કાર ડ્રાઈવર ગુડ્ડુ ચૌહાણ (ઉંમર વર્ષ 40), વિમલા શર્મા (ઉંમર વર્ષ 70) પત્ની સંતરામ, સુમન (ઉંમર વર્ષ 38) પત્ની રણજીત ખટીક અને સુમનના પુત્ર અંશુ (ઉંમર વર્ષ 8) તરીકે થઈ છે. અકસ્માતમાં નંદિની શર્મા (ઉંમર વર્ષ 38) પત્ની યશપાલ શર્મા, આર્યા (ઉંમર વર્ષ 11) પુત્રી યશપાલ, કનિકા (ઉંમર વર્ષ 14) પુત્રી યશપાલ અને યશપાલના નાના ભાઈ વિક્રમનો પુત્ર આયુષ (ઉંમર વર્ષ 9) ઘાયલ થયા હતા. ઘાયલ નંદિનીએ જણાવ્યું કે તે આગ્રામાં કપડાની દુકાન ચલાવે છે. રવિવારે દુકાન બંધ કર્યા બાદ તે તેની સાસુ વિમલા અને દુકાનની કર્મચારી સુમન સાથે કૈલા દેવીના દર્શન કરવા જતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "માતાજીના દર્શને જતા પરિવારને રસ્તામાં જ થયો કાળનો ભેટો, માં-દીકરા સહીત ચાર લોકોના દર્દનાક મોત"

Leave a comment

Your email address will not be published.


*