જુઓ કેવી રીતે બે કુમળા બાળકો સહિત પુરા પરિવારે ઝાડ પર લટકીને…

હાલમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. અરવલ્લી જીલ્લાનાં મોડાસાના ગાજણ ગામનું ચૌહાણ દંપતી તેમના 8 તથા 6 વર્ષીય બાળકોની સાથે ગુરૂવાર સાંજથી ગુમ…

હાલમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. અરવલ્લી જીલ્લાનાં મોડાસાના ગાજણ ગામનું ચૌહાણ દંપતી તેમના 8 તથા 6 વર્ષીય બાળકોની સાથે ગુરૂવાર સાંજથી ગુમ થઈ ગયો હતો. આ દરમિયાન શનિવારે બપોર પછી ગામની સીમમાંથી દંપતી તથા તેમના 2 માસૂમ બાળકો ઝાડ પરથી ગળે ફાંસો ખાધેલી લટકતી સ્તિથીમાં મૃતદેહ મળી આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા દંપતી તથા 2 બાળકોની મૃતદેહનો કબજો લઇ મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં મોડી સાંજે પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવસભર ગુમ પરિવાર ક્યાં હતો તે હજુ સુધી રહસ્ય :
ચૌહાણ પરિવારનું દંપતી તથા 2 બાળકો 31 ડિસેમ્બરનાં રોજ ગુમ થઈ ગયાં હતાં અને સમગ્ર પરિવાર ગુમ થતાં 2 જાન્યુઆરી એ મોડાસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી શનિવારે બપોર બાદ દંપતી તેમજ 2 બાળકો ગામની સીમમાંથી ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યા હતાં. સૌથી અગત્યની વાત એ છે કે, ગુમ થનાર આ દંપતી 1 જાન્યુઆરીનાં રોજ દિવસભર તેમજ રાત્રિ દરમિયાન ક્યાં હતું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ હતી :
સમગ્ર ઘટનામાં ચૌહાણ પરિવાર આર્થિક સંકડામણમાં હોવાનું પ્રથમ દ્રષ્ટિએ પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું. પોલીસ હત્યા અને આપઘાત બંને થિયરીને સામે રાખીને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મૃતક કાળુસિંહે લોન પર ડાલું લીધુ હતુ. કોરોનામાં લોનના હપ્તા ન ભરી શકતાં પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણમાં હતો.

જેથી પરિવારે આપઘાત કર્યો હોવાંનું તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત પ્રકરણમાં માતા-પિતાએ ખુદ બાળકોની હત્યા કરી આપઘાત કર્યો છે કે, કેમ તે અંગે પણ પોલીસે માંડી સાંજે ગાજણમાં તથા આજુબાજુના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી :
ગાજણ ગામના કાળુસિંહ વક્તુસિંહ ચૌહાણ તેના પત્ની જ્યોતિબેન કાળુસિંહ ચૌહાણ તથા કુલ 2 દીકરા મયંકકુમાર કાળુસિંહ ચૌહાણ તેમજ કાળુસિંહ ચૌહાણ એમ કુલ 4 લોકો 31 ડિસેમ્બરની સાંજે અચાનક ગુમ થઈ જતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2 જાન્યુઆરીનાં રોજ જાણ કરવામાં આવતાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

શનિવારે બપોર પછી ગુમ થનાર ચૌહાણ પરિવારનું દંપતી તથા કુલ 2 બાળકો ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી સ્તિથીમાં હોબાળો મચી ગયો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી તથા પતિ, પત્ની તેમજ કુલ 2 બાળકોની મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાળકોની હત્યા છે કે આપઘાત અંગેની તપાસ શરૂ કરી :
ઘટનાને કારણે DYSP ભરત બસિયાની સૂચનાથી S.O.G LCB તથા પોલીસની વિવિધ ટીમો તપાસ માટેનાં કામમાં લાગી ગઈ હતી. ગાજણમાં એક સાથે કુલ 4 લોકોના મોતથી હોબાળો મચી ગયો હતો. પોલીસે આ પ્રકરણમાં હત્યા છે કે આપઘાત એમ બંને થિયરી પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

​​​​​​સામુહિક આપઘાતની ઘટનાને કારણે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયાં હતા. યુવાન ખેડૂત યુવાને પરિવાર સાથે આપઘાત કરી લેતા મોડાસા રૂરલ પોલીસ સહીત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

મોડાસા રૂરલ પોલીસે યુવક ખેડૂત દંપતી તથા કુલ 2 માસુમ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આપઘાતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાજણ ગામમાં યુવાન ખેડૂત યુવકે પરિવારના 2 નિર્દોષ માસુમ તથા પતિ, પત્નીએ આપઘાત કરી લેતાં સામુહિક આત્મહત્યાની રુંવાડા ઉભા કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *