ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દિલ્હી એનસીઆરમાં આતંકી હુમલાની ચેતવણી, 4 થી 5 આતંકવાદીઓ ઘુસ્યા હોવાની આશંકા.

Delhi NCR warns of terror attack, suspects 4 to 5 terrorists have been infiltrated.

પાકિસ્તાનના આતંકી સંગઠને પાટનગર દિલ્હીમાં હુમલો કરવાનો કાવતરું ઘડ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદના કાવતરા સાથે જોડાયેલા ઈનપુટ મળ્યા છે. માનવામાં આવે છે કે, દિલ્હીમાં જૈશના ચારથી પાંચ આતંકીઓ આવેલા છે. આ ઈનપુટ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બુધવાર રાતથી પાટનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.

બીજી બાજુ બીસીએફએ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમા આંતરરાષ્ટ્રીય સીમા પાસે અમુક ઘૂસણખોરોની ધરપકડ કરી છે. તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર માંથી ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં હતા. સેનાએ તે ઘૂસણખોરોને પોલીસને સોંપી દીધા છે.

આર્ટિકલ 370 ખતમ કરતાં આતંકીઓ ભડક્યા, ભારતમાં હુમલો કરી શકે છે: અમેરિકા
આ પહેલાં અમેરિકાના સહાયક રક્ષામંત્રી રેન્ડલ શ્રાઈવરે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી આતંકીઓ ખૂબ ગુસ્સે થયેલા છે. જો પાકિસ્તાન આતંકીઓને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેશે તો આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે. પાક આતંકીઓ પર કેટલી નદર રાખી શકશે તે ચિંતાનો વિષય છે.

ગુપ્ત રિપોર્ટ્સ સામે આવ્યા:

ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, 300 પાકિસ્તાની નાગરિકોને LOC ક્રોસ કરવા માટે તૈયાર કરાયા છે. ઠંડી શરૂ થતા પહેલા પાકિસ્તાન તેમણે એલઓસી પાર કરાવવા માંગે છે. IBના જણાવ્યા પ્રમાણે, LOC પર 32 પાકિસ્તાની ચેક પોસ્ટ પર આતંકીનો જમાવડો થયો છે. તેઓ પાકિસ્તાની સેનાના સંરક્ષણમાં છે, એટલા માટે વાર વાર ફાયરિંગ થઈ રહ્યું છે.

પંજાબમાં ડ્રોન દ્વારા હથિયાર મોકલવા અંગે એજન્સીઓએ જણાવ્યું કે આ હથિયાર ગેન્ગસ્ટર્સને મોકલવામાં આવ્યા હતા. ખાલિસ્તાની મૂવમેન્ટના માણસોને પાકિસ્તાનથી ફંડિંગ મળી રહ્યું છે. અમૃતસર એરપોર્ટને સેનાના હવાલે કરી દેવાયું છે. ડ્રોનથી હથિયાર મોકલાવી તપાસ NIAને સોંપવામાં આવી છે. પંજાબ પોલીસે મંગળવારે રાતે ખાલિસ્તાની આતંકી સાજનપ્રીત સિંહ બિટ્ટાને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાની આતંકી રણજીત સિંહ બિટ્ટાના સંપર્કમાં હતો.

અલગતાવાદીઓને પાકિસ્તાની હાઇ કમિશનર તરફથી ભંડોળ મળ્યું: ચાર્જશીટ.

એનઆઈએએ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓને આર્થિક સહાયની તપાસમાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો દાવો કર્યો છે. ગુરુવારે એનઆઈએ ત્રીજી ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે. એનઆઈએના બે અધિકારીઓના અનુસાર હુર્રિયત નેતાઓ સૈયદ અલી શાહ ગિલાની, શબ્બીર શાહ, યાસીન મલિક, અસીયા આંદ્રાબી અને મસરત આલમને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનર તરફથી પૈસા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: