સુરતની એસ ડી જૈન કોલેજના 43 વિધાર્થીઓ ટ્રેકિંગ દરમિયાન ગાઢ જંગલમાં ખોવાયા

Published on Trishul News at 12:00 PM, Wed, 6 October 2021

Last modified on October 6th, 2021 at 12:00 PM

સુરત(Surat): શહેરમાં આવેલી એસ ડી જૈન કોલેજ(S. D. Jain College)ના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. કોલેજમાંથી એક સાથે 400 વિધાર્થીઓ(400 students)ને ગાઢ જંગલમાં ટ્રેકિંગ માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી 43 જેટલા વિધાર્થીઓ ગાઢ જંગલમાં ગુમ થઇ ચુક્યા હતા. આ બનાવ ઉમરપાડામાં આવેલ દેવગઢ ગાઢ જંગલમાં બન્યો હતો. 43 ખોવાયેલા વિધાર્થીઓમાંથી 20 વિધાર્થીની અને 23 જેટલા વિધાર્થીઓ હતા.

ગાઢ જંગલમાં ખોવાઈ જવાથી વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ખુબ જ ગભરાઈ ગઈ હતી. જયારે આ સમગ્ર ઘટનાને લઈને એક વિધાર્થીના વળી દ્વારા CMO માં પણ જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ ગભરાવવાની જરૂર નથી કારણ કે, ગાઢ જંગલમાં ખોવાયેલા તમામ વિધાર્થીઓને ઉમરપાડા પોલીસ અને ફોરેસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ટ્રેકિંગ દરમિયાન વિધાર્થીઓ પાસેથી ૧૧૦૦ રૂપિયાની ફી વસુલવામાં આવી હતી. કુલ 400 વિધાર્થીઓને 5 જેટલી બસ મારફતે ટ્રેકિંગ માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં એક બસના 20 વિધાર્થીની અને ૨૩ જેટલા વિધાર્થીઓ ટ્રેકિંગના સમયે રસ્તો ભૂલી ગયા હતા. ગાઢ જંગલ હોવાને કારણે અન્ય કોઈ વ્યક્તિનો પણ સંપર્ક પણ નહોતો થઇ રહ્યો.

ત્યારે આ સમગ્ર ઘટના દરમિયાન અચાનક જ એક વિધાર્થીનીનો ફોન એમના પિતાને લાગી જાય છે, અને આ સમગ્ર બનાવ અંગેની જાણ થાય છે. ત્યારે વિધાર્થીનીના પિતા CMO ઓફીસ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને જાણ કરે છે. ત્યારબાદ ફોરેસ્ટ ટીમ અને ઉમરપાડાની પોલીસ ટીમ સંયુક્ત રીતે કામગીરી કરે છે અને તમામ ખોવાયેલા વિધાર્થીઓને રેસ્ક્યુ કરે છે.

ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે આટલી બધી ફી લેવા છતાં પણ વિધાર્થીઓને સરખી સુવિધાઓ અને ગાઈડ આપવામાં આવતા નથી.  હાલમાં આ તમામ વિધાર્થીઓને પોલીસ અને ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. જયારે શાળા કે કોઈ કોલેજ દ્વારા વિધાર્થીઓને બહાર ફરવા માટે લઇ જવામાં આવે છે ત્યારે તેમની જવાબદારી શાળા કે કોલેજની હોય છે પરંતુ તે પહેલા જ વાલીઓ પાસેથી ફોર્મમાં સાઈન કરાવવામાં આવતી હોય છે કે કોઈ પણ ઘટના બને તો સમગ્ર જવાબદારી વાલીઓની જ હશે. ત્યારે આ પ્રકારની બેદરકારીને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતની એસ ડી જૈન કોલેજના 43 વિધાર્થીઓ ટ્રેકિંગ દરમિયાન ગાઢ જંગલમાં ખોવાયા"

Leave a comment

Your email address will not be published.


*