પ્રમુખસ્વામી નગરમાં USA, આફ્રિકા સહિત ભારતના 46 યુવાનોએ મહંતસ્વામીની હાજરીમાં ગ્રહણ કરી પાર્ષદિ દીક્ષા- જુઓ તસ્વીરો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(Pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે.

આજે પ્રમુખ સ્વામીમહારાજ નગર ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે દીક્ષા દિન નિમિતે 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી છે. દીક્ષા દિન નિમિતે ભારત અને વિદેશના 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. ભારત સહિત USA, આફ્રિકા અને અન્ય દેશના યુવાનોએ દીક્ષા લીધી છે. આ 46 યુવાનોએ સાધકમાંથી પાર્ષદિ દીક્ષા લીધી.

મહત્વનું છે કે, દીક્ષા સમારોહમાં દીક્ષા લેનારા યુવાનોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. દીક્ષા પૂર્વે કોઠારી સ્વામી અને સારંગપુરના સંતો દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. દીક્ષા લીધા બાદ દીક્ષા ગ્રહણ કરનારા યુવકોએ મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 46 યુવાનોએ સાધકમાંથી પાર્ષદિ દીક્ષા લીધી:
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પાર્ષદિ દીક્ષા લીધેલ યુવાનોમાં હાર્દિકભાઈ સાધક, અમદાવાદ – નિશ્ચલ ભગત; વિજયરાજભાઈ સાધક, અમદાવાદ – ઉત્કર્ષ ભગત; ભાવેશભાઈ સાધક, અમદાવાદ – પથિક ભગત; સાહિલભાઈ સાધક, અમેરિકા – પુનિત ભગત; શૈલભાઈ સાધક, અમેરિકા – વ્યોમેશ ભગત; અક્ષરભાઈ સાધક, બોચાસણ – સુદૃઢ ભગત; અર્ચનભાઈ સાધક, વડોદરા – આદર્શ ભગત;

તુષાલભાઈ સાધક, રાજકોટ, મેલબોર્ન – પરિમલ ભગત; ચિરાગભાઈ સાધક, અમેરિકા – પ્રતોષ ભગત; નિકુલભાઈ સાધક, અમેરિકા – પુષ્કર ભગત; હર્ષભાઈ સાધક, અમેરિકા – નિરપેક્ષ ભગત; સાગરભાઈ સાધક, અમેરિકા – નૈષ્ઠિક ભગત; મૌલિકભાઈ સાધક, અમેરિકા – ધાર્મિક ભગત; બ્રીજેનભાઈ સાધક, અમેરિકા – સુકુમાર ભગત; ઋષિભાઈ સાધક, નૈરોબી આફ્રિકા – પરિતૃપ્ત ભગત; ઉત્તમભાઈ સાધક, જેતપુર – કમલ ભગતનો સમાવેશ થાય છે.

વધુમાં પંકજભાઈ સાધક, કડી, મહેસાણા – શ્રેયશ ભગત; જતીનભાઈ સાધક, મુંબઈ – પ્રગાધ ભગત; આદિત્યભાઈ સાધક, ખડગપુર, બંગાળ – પુલકિત ભગત; મૌલિકભાઈ સાધક, રતનપર, સુરેન્દ્રનગર – ઉત્પલ ભગત; નિકુલભાઈ સાધક, ગજેરા, વડોદરા – શોભિત ભગત; પાર્થભાઈ સાધક, સુરત – વિનમ્ર ભગત; ચિરાગભાઈ સાધક, વડોદરા, પંચમહાલ, જરડકા- વિનય ભગત; જયેશભાઇ સાધક, જામનગર,

મુંબઈ – નિર્માન ભગત; નરેન્દ્રભાઈ સાધક, કોઠારીયા – દેવાંશ ભગત; અનિરુદ્ધભાઈ સાધક, જામનગર – હસિત ભગત; જયભાઈ સાધક, નરસંડા, પુના – સંતોષ ભગત; અભિષેકભાઈ સાધક, ઉદેપુર – પ્રશાંત ભગત; હાર્દિકભાઈ સાધક, કાલાવડ, જામનગર – સહજ ભગત; યજ્ઞેશભાઇ સાધક, દેવચડી, રાજકોટ – સમદર્શી ભગત; હરિકૃષ્ણભાઈ સાધક, ભાવનગર – ઉદય ભગત; પરંજભાઈ સાધક, વાલવોડ, આણંદ – મનન ભગત; કિશનભાઈ સાધક, ગીર સોમનાથ, જૂનાગઢ – નિગમ ભગતનો સમાવેશ થાય છે.

પાર્ષદિ દીક્ષા લીધેલ યુવાનોમાં દીપભાઈ સાધક, જોટાળા, અમરેલી – અવિનાશ ભગત; શુભમભાઈ સાધક, વલસાડ – આર્જવ ભગત; મિલનભાઈ સાધક, મેલાળા, ગઢડા – ઋત્વિક ભગત; વિકાસભાઈ સાધક, દરેગાવ, જલગાંવ – રુચિર ભગત; અમિતભાઈ સાધક, મેઘપર, રાજકોટ – મુનીશ ભગત; નીતિનભાઈ સાધક, વડોદરા – ધર્માંગ ભગત; રાજભાઈ સાધક, વડોદરા, રૂપાવટી, રાજકોટ – નૈતિક ભગત;

મહેશભાઈ સાધક, ખોલડિયાદ, સુરેન્દ્રનગર – પરિવ્રાજક ભગત; ઋષિરાજભાઈ સાધક, ભુજ – અભય ભગત; રવિભાઈ સાધક, કોટડા નાયાણી, રાજકોટ – વિમલ ભગત; ધ્રુવિતભાઈ સાધક, સુરત – દેવેશ ભગત; વિરજભાઈ સાધક, રાજકોટ – હરીન ભગત અને કેયુરભાઈ સાધક, કેવડીયા, ઇસરામા, આણંદ – સમર્થ ભગતનો સમાવેશ થાય છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *