મહારાષ્ટ્રમાં વરસાદ આખા ગામમાં વેર્યા તબાહીના મંજર: 120 લોકોની સંખ્યામાંથી 49ની મોત, 47 ગુમ

મહારાષ્ટ્ર: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે. વરસાદને કારણે પૂર…

મહારાષ્ટ્ર: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે. વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત થયા છે. વરસાદને કારણે સૌથી વધુ નુકસાન રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તાલિયા ગામમાં થયું છે. આ ગામની કુલ વસ્તી 120 લોકો હતી, જેમાંથી અત્યાર સુધીમાં 49 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 47 લોકો હજી લાપતા છે. 12 લોકો હજુ પણ ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

ભૂસ્ખલનની આ ઘટના રાયગઢના તાલિયામાં ગુરુવારે સાંજે બની હતી. ગામના લોકોનું કહેવું છે કે, સરકાર અને પ્રશાસન દ્વારા આપણને કોઈ પણ રીતે આ દુર્ઘટના વિશે જાણ આપવામાં આવી ન હતી. 100 ફૂટની ઉચાઈથી પથ્થર સીધો ગામમાં પડ્યો અને જોતજોતામાં આખું ગામ પૂરું થય ગયું. ગામજનોના જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે ગામમાં 120 લોકો હતા, પરંતુ હવે બધું પૂરું થઈ ગયું છે.

ગામલોકોએ જણાવ્યું હતું કે, વરસાદ સમયે સ્થાનિક વહીવટી તંત્ર દ્રારા તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ અટક્યા પછી તે બધા પોતપોતાના ગામોમાં પાછા આવ્યા હતા. વહીવટ તંત્ર તરફથી તેમને કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી ન હતી. રાયગઢના તાલિયા ગામની જેમ રત્નાગિરિના સતારામાં પૂરના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

પૂર અને વરસાદને ધ્યાનમાં રાખીને આગામી કેટલાક દિવસો માટે રાયગઢ, કોંકણ અને સતારામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે, આગામી બે દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કોલ્હાપુર, રત્નાગિરિ અને સિંધુદુર્ગને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કોલ્હાપુરનો પંચગંગા, કાજલી અને રત્નાગિરિની મુચકુંદી, કૃષ્ણ નદી હજી પણ જોખમના ચિન્હથી ઉપર વહી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને દરેકને 5 લાખ રૂપિયાની સહાય આપવાનું જાહેર કર્યું છે. સાથે જ કેન્દ્ર સરકારે મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *