31st નજીક આવતા, જામનગરન જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી 499 ઈંગ્લીશ દારૂની બોટલ મળી

શહેરમાં 31 મી ડીસેમ્બર નજીક આવતી હોવાથી શહેર પોલીસે જુદા જુદા સ્થળો પર વાહન ચેકીંગ હાથ ધરી કાર-વાહનમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા કારચાલક સહીત…

શહેરમાં 31 મી ડીસેમ્બર નજીક આવતી હોવાથી શહેર પોલીસે જુદા જુદા સ્થળો પર વાહન ચેકીંગ હાથ ધરી કાર-વાહનમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા કારચાલક સહીત 4 બુટલેગરોને ઝડપી પાડી થેલામાંથી ઈગ્લીશ દારૂની 499 બોટલ કિંમત રૂ. 1.99 લાખ ઉપરાંતની કિંમત તેમજ એક કાર કુલ મળી રૂ. 4.50 લાખનો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ પરથી પુષ્કર ધામ સોસાયટીમાંથી આલાપ એવન્યુમાંથી ઈંગ્લીશ દારૂની 286 નંગ બોટલ કિંમત રૂપિયા 1,14,400ના મુદામાલ  સાથે રાજેશભાઈ ભાદાભાઈ ગમઢા તેમજ પિયુષ મુકુંદભાઈ ઉર્ફે કાકુ નામના બંને શખ્સની ધરપકડ કરી પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે રણજીત સાગર રોડ પરથી રીયલ હોટલ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ 70 નંગ કિંમત રૂ. 28,000 તેમજ એક કાર નંબર જીજે 05 સીએમ 8001 સહિત રૂ. 2,78,000નો મુદામાલ કબ્જે કરી જયેશ વ્રજલાલ ભુવા નામના આરોપીને ઝડપી પાડ્યા પ્રોહી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના પુનિતનગર શેરી નંબર 2 માં રહેતો ગીરીરાજસિંહ ઉર્ફે ગીરીયો ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની 143 બોટલ કિંમત રૂપિયા 57,200નો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે તપાસમાં પુછપરછ બાદ ત્રણેય દરોડામાં આરોપી યશપાલસિંહ ઉર્ફે ગડીયો, કરણસિંહ ગોહિલ અને હરદેવસિંહ જાડેજા નામના શખ્સોના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *