એકસાથે 5 વાહનો અથડાતા વીરમગામ હાઈવે પર સર્જાઈ અકસ્માતોની હારમાળા- એકસાથે 10 લોકોને…

ગુજરાત: વિરમગામ-સાણંદ હાઈવે (Viramgam-Sanand Highway) પર સોકલી નર્મદા કેનાલ (Narmada Canal) નજીક રીક્ષા (Rickshaw) તેમજ રોંગ સાઈડમાંથી આવતી હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો…

ગુજરાત: વિરમગામ-સાણંદ હાઈવે (Viramgam-Sanand Highway) પર સોકલી નર્મદા કેનાલ (Narmada Canal) નજીક રીક્ષા (Rickshaw) તેમજ રોંગ સાઈડમાંથી આવતી હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો કે, જે અકસ્માતને લઈ 15 મિનિટ બાદ ફરી અકસ્માતગ્રસ્ત રીક્ષા, એક અન્ય રીક્ષા, વેગેનાર ગાડી તેમજ ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં 10 જેટલા લોકોને નાની-મોટી ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું.

વિરમગામ-સાણંદ હાઈવે પર સોકલી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સૌપ્રથમ અકસ્માત અમદાવાદ તરફથી આવી રહેલ રીક્ષા તથા રોંગ સાઈડમાંથી આવી રહેલ હોન્ડા ગાડી સામસામે અથડાતા આ રીક્ષામાં બેઠેલ 4 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા વિરમગામ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા કે, જેમા હોન્ડા સિટી ગાડી નો ચાલક અકસ્માત પછી ભાગી ગયો હતો.

પૂછતાછ કરવા રીક્ષા ઊભી રાખતા પાછળથી આવતા વાહનો એક પછી એક અથડાયાં:
10-15 મિનિટ બાદ અકસ્માત સ્થળે અન્ય એક રીક્ષાચાલકે પૂછતાછ કરવા ઊભી રાખી હતી. આ સમયે પાછળથી આવી રહેલ કાર ચાલકે અકસ્માત સ્થળે બ્રેક મારી ગાડી ધીમી કરતા પાછળથી પૂરઝડપે આવી રહેલ ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારની પાછળ જોરદાર અથડાતા કાર આગળ ઊભેલી બંને રીક્ષાઓ સાથે ધડાકાભેર અથડાતા રીક્ષાઓ ફંગોળાઈ ગઈ હોવાથી રિક્ષામાં બેઠેલા 4 સહિત કારમાં બેઠેલા લોકોને ઈજા પહોંચી હતી.

આ ઘટનામાં કુલ 10થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા વિરમગામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આવ્યા હતા કે, જેમાં નર્મદાબેન જગજીવનદાસ ગોહિલનુ મોત થયું હતું. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા વિરમગામ રૂરલ PSI યુ.આર.ઝાલા સહિત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *