રસ્તા પરથી પસાર થઈ રહેલ માસુમ બાળક સાથે એવી ઘટના સર્જાઈ કે, ચારેબાજુ મચી અફરાતફરી- જુઓ વિડીયો

સોસિયલ મીડીયા (Social Media) પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે. કેટલાક વિડીયો એટલા ભયંકર હોય છે કે, લોકોને આંખે વિશ્વાસ આવતો…

સોસિયલ મીડીયા (Social Media) પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે. કેટલાક વિડીયો એટલા ભયંકર હોય છે કે, લોકોને આંખે વિશ્વાસ આવતો હોતો નથી. જયારે કેટલાક વિડીયોમાં મોતનો ખેલ કેદ થઈ જતો હોય છે ત્યારે આવો જ એક વિડીયો હાલમાં ખુબ વાયરલ થયો છે કે, જેને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે.

રાજસ્થાન (Rajasthan): અહીંનાં ઝુંઝુનુ વિસ્તારના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. અહીં નૂહુંદ ગામમાં રહેતા ફક્ત 5 વર્ષના આદિલ નામના બાળકની સાથે ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. આ બાળકે ટ્રાન્સફોર્મરનો હાઇવોલ્ટેજ તાર પકડી લેતાં ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના એક ઘરની બહાર લગાવેલ CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, બે બાળકો ચાલતાં-ચાલતાં આવી રહ્યા છે. બંને રોડના કિનારે રહેલા એક ટ્રાન્સફોર્મરની પાસે પહોંચે છે ત્યારે એક બાળક ટ્રાન્સફોર્મરના લટકતાં તારને અડે છે. આ જોઈને સાથે રહેલ બીજો બાળક ભાગી જાય છે. ત્યાંથી પસાર થતા યુવકની નજર કરંટ લાગેલા બાળક પર પડે છે.

જોતજોતામાં તો ટ્રાન્સફોર્મરમાંથી ધૂમાડા નીકળવા લાગે છે તેમજ યુવકે તરત જ લાકડાના પાટિયાની માસૂમનો હાથ છૂટ્ટો પાડ્યો હતો.આવું બનતાની સાથે જ ત્યાં હાજર લોકોએ આદિલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. અતિભારે વરસાદને કારણે ટ્રાન્સફોર્મરમાં કરંટ ફેલાયેલો હતો.

આની સાથે-સાથે સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ પરિવારોને પોતાના એકના એક દીકરા અથવા તો પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. આની સાથે જ પરિવારના આધારરૂપ વ્યક્તિનું મોત થઈ જતા સંપૂર્ણ પરિવાર વિખેરાઈ જતો હોય છે તેમજ નિરાધાર બની જતા હોય છે.

આવી જ અકસ્માતની એક ઘટના જોઈએ તો આજના જ દિવસે ગુજરાતમાં આવેલ અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા હાઈવે પરનાં હરિપુરા પાટિયા નજીક આજે વહેલી સવારમાં ઇકો કાર તથા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલ 4 મહિલાનાં ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયા હતાં.

આની સાથે જ ખુબ ગંભીર રીતે ઇજા પામેલ બે વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ઇકો કાર પૂરઝડપે આવી રહી હતી તેમજ આગળ ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં આ ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *