5 વર્ષના બાળકમાં માનવતાની મહેર છલકાઈ- કોરોનાથી લોકોને બચાવવા 3200 કી.મી. સાઇકલ ચલાવી 3.7 લાખ રૂપિયા એકત્ર કર્યા

Published on Trishul News at 11:28 AM, Sun, 9 August 2020

Last modified on August 9th, 2020 at 11:28 AM

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના વાયરસ દરમિયાન લોકો એકબીજાને મદદ કરીને મિશાલો રજૂ કરી રહ્યા છે. કોઇ મેરેથોન રનર પોતાના ઘરમાં જ દોડી રહ્યો છે, તો બીજી બાજુ એક બાળક મેરેથોન દોડીને ફંડ ભેગું કરી રહ્યા છે. આ રીતની જ એક ઘટના સામે આવી છે. માત્ર 5 વર્ષનાં બાળકે કુલ 3,200 કિલોમીટર સાઇકલ ચલાવી છે. શા માટે? કોરોના રાહત કોષ માટેનાં આ માત્ર 5 વર્ષનાં બાળકે સાઇકલિંગનાં માધ્યમથી કુલ 3.7 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે.

આ બાળકનું નામ અનીશ્વર કુંચલા છે. 27 મે એ તેણે એક અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનું નામ ‘Little pedallers Aneesh and his friends’ હતું. આ અભિયાનમાં અનીશ્વરનાં કુલ 60 જેટલાં બીજાં મિત્રોએ પણ ભાગ લીધો હતો.

ભારતીય મૂળનાં આ બાળકનાં અભિયાનને માટે સમગ્ર વિશ્વમાંથી લોકોએ ડોનેશન પણ કર્યું હતું. ભારત તથા અમેરિકાથી પણ લોકોએ ઘણાં પૈસા ડોનેટ કર્યા હતાં. આની અગાઉ અનીશ્વરે એક ક્રિકેટ ચેલેન્જ પણ રાખી હતી. જેનાં દ્વારા તેણે નેશનલ હેલ્થ સર્વિસને પણ મદદ કરી હતી.

આપને જણાવી દઇએ કે, અનીશ્વરનાં માતા-પિતા આંધ્રપ્રદેશમાં આવેલ ચિત્તૂરનાં રહેવાસી છે. હાલમાં તો તેઓ ઈંગ્લેન્ડમાં જ રહે છે. થોડાં દિવસ પહેલાં જ અનીશ્વરનાં કાર્યથી ખુશ થઇને ત્યાંના MP એન્ડી કાર્ટરે પણ તેની સાથે મુલાકાત કરી હતી. કાર્ટરે પણ અનીશ્વરનાં આ કાર્યની ખુબ જ પ્રશંસા પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ આંધ્રપ્રદેશ તથા તેલંગણાનાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત એન્ડ્રૂ ફ્લેમિંગે પણ તેનાં આ કામને વિશ્વ સમક્ષ શેર પણ કર્યું હતું.

અનીશ્વર જણાવતાં કહે છે કે, તે હજુ આગળ વધારે ચેલેન્જ લેવાં માંગે છે તેમજ લોકોની વધુમાં વધુ મદદ પણ કરવા માંગે છે. અનિશ્વર હાલમાં તો ઈંગ્લેન્ડમાં આવેલ માન્ચેસ્ટર, UK માં જ રહે છે.

અનીશ્વર એ વર્લ્ડ વોર 2 નાં દિગ્ગજ ટોમ મૂરથી ખૂબ જ પ્રભાવિત પણ થયો હતો. એમણે બગીચામાં ફરીને પોતાનાં દેશ, બ્રિચનની સ્વાસ્થ્યની સેવા માટે કુલ 40 મિલિયનથી પણ વધુની રકમ એકત્ર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Be the first to comment on "5 વર્ષના બાળકમાં માનવતાની મહેર છલકાઈ- કોરોનાથી લોકોને બચાવવા 3200 કી.મી. સાઇકલ ચલાવી 3.7 લાખ રૂપિયા એકત્ર કર્યા"

Leave a comment

Your email address will not be published.


*