સુરતમાં ઠેરઠેર ચાલતા જુગારધામ પર એકસાથે ત્રાટકી પોલીસ અને લાખોના મુદ્દામાલ સાથે 50 જુગારીઓને ઝડપી પડ્યા

Published on: 4:19 pm, Tue, 28 September 21

સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat)માંથી અવારનવાર જુગારધામ(Gambling den) પકડતા હોય છે. તેવામાં સુરત શહેર(Surat city)ના હજીરા(Hazira), પાંડેસરા(Pandesara), કતારગામ(Katargam), મહિધરપુરા(Mahidharpura), ઉધના(Udhana) અને ગોદાડરા(Godadara)માં જુગાર રમતા 50 વ્યક્તિઓની પોલીસે ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસે(Police) જુગારીઓ પાસેથી કુલ 3.6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હજીરા પોલીસના જણાવ્યા અનુસાર, મોરાગામ બાગવાળી શેરી જગુ ગુલાબની કોલોની સામે ખુલ્લામાં જુગાર રમતા 3 જુગારીઓની કુલ 16360 રૂપિયા અને જુગારના સાધનો સાથે ધડપકડ કરી હતી. જ્યારે મોરાગામ ધનશ્યામ પાર્ક સોસાયટીમાં જાહેરમા જુગાર રમતા 11 વ્યક્તિની રોકડા રૂપિયા 1250 તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા 13450 તથા 5 મોબાઇલની કિંમત રૂપિયા 29200 મળી કુલ રૂપિયા 49800 ના માલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

પાંડેસરા પોલીસે કહ્યું હતું કે, આશાપુરી સોસાયટીના-2 મકાન નં.34ના ઓટલા ઉપર ભેગા મળીને રમતા તમામ વ્યક્તિઓની કુલ રોકડા રૂ. 8720 તથા દાવ પરના રોકડા રૂપીયા 1500 મળીને અને જે વ્યક્તિઓની અંગઝડતીના તથા દાવ ઉપરના સાથે મળી કુલ રોકડા રૂપિયા 10220 નો મુદ્દામાલ સાથે જુગાર રમતા જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત કતારગામ પોલીસે કહ્યું હતું કે, ગોટાલાવાડી ખુલ્લા પોપડામાં જુગાર રમતા 6 વ્યક્તિની રોકડા રૂપિયા 17500 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 900, છુટા છવાયા ગંજી-પાના નંગ-૫ર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નં-6 જેની કિમત રૂપિયા 53000 મળી કુલ રૂપિયા 71400 ના માલ સાથે ધડપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કતારગામ શ્રધ્ધા સોસાયટી મકાન નં ૫૩ ની ગેલેરીમાં જુગાર રમતા 7 વ્યક્તિની રોકડા રૂપિયા 15500 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 600 તથા છુટા છવાયા ગંજી-પાના નંગ-પર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નં-6 જેની કિમત રૂપિયા 31600 મળી કુલ રૂપિયા 47600 ના માલ સાથે તેમની અટકાયત કરવામાં આવી હતી.

મહિધરપુરામાંથી વેરાગીની વાડીમાં જુગાર રમતા 8 વ્યક્તિને પકડી પડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દાવ ઉપરના રોકડા 5720 તથા અંગઝડતીના રોકડા રૂપિયા 13220 મળીને કુલ રૂપીયા 13940 ના માલ પણ કબજે કર્યો હતો.

ઉધના પોલીસના જણાવ્યા અનુસાર, વિજયાનગર પ્લોટ નં.90 ના ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા 4 વ્યક્તિની દાવ પર ના રોકડા રૂપિયા 1300 તથા અંગ ઝડતીના રોકડા રૂપીયા 12500 મળી કુલ 13800 તથા મોબાઇલ નં 4 જેની કિંમત રૂપિયા 28000 મળીને કુલ રૂપીયા 41800 સાથે ધડપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગોડાદરા પોલીસે કહ્યું હતું કે, માહિતીના આધારે પોલીસે દરોડા પાડીને ગોડાદરા વિસ્તારમાંથી 9 વ્યક્તિની ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડા રૂપીયા 23100 તથા દાવ ઉપરના રોકડા રૂપીયા 2900 કુલ કિંમત રૂપીયા 26000 તથા અંગજડતી દરમિયાન અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-4 કુલ કિંમત રૂપિયા 31000 મળીને કુલ કિમત રૂપિયા 57000 નો માલ કબજે કરી વધુ કાર્યવાહી શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.