કંગાળ થયું પાકિસ્તાન… ભૂખ કાબુ બહાર થતા અનાજના એક-એક દાણા માટે પોતાના જ સાથે ઝઘડી પડ્યા પાકિસ્તાનીઓ…

Published on Trishul News at 11:20 AM, Tue, 21 March 2023

Last modified on March 21st, 2023 at 11:20 AM

દુશ્મન દેશ પાકિસ્તાન(Pakistan) છેલ્લા ઘણા સમયથી ભૂખમરાથી તડપી રહ્યું છે. પાકિસ્તાનને ચીનનો સાથ મળ્યો હોવા છતાં પણ તેની આર્થિક સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવતો નથી. માત્ર એટલું જ નહીં પણ પાકિસ્તાન દેશ ભયંકર ભૂખમરામાં સપડાઈ ગયો છે. મહત્વનું છે કે દિવસે ને દિવસે પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ બનતી જઈ રહી છે. હાલમાં જેને લઈને સોશિયલ મીડિયા(Social media)માં અનેક વિડીયો વાયરલ(Viral video) થઇ રહ્યા છે.

પાકિસ્તાનને આઈ એમ એફ દ્વારા મળતી મદદ પણ અટકી ગઈ હોવાથી લોકો ભૂખને કારણે તડપી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા ના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને પાકિસ્તાનની કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવી શકાય છે. આ વાયરલ વિડીયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.

ઇતિહાસની સૌથી મોટી કહી શકાય તેવી આર્થિક ભીંસ ભોગવી રહેલા પાકિસ્તાનના અનેક વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, પોતાના પરિવારની ભૂખ મિટાવવા માટે લોકો રીતસર અનાજની લૂંટ મચાવી રહ્યા છે. બીજી બાજુ દેશમાં મોંઘવારી પણ ચરમ સીમાએ પહોંચી જવા પામી છે. જેને કારણે પાકિસ્તાનીઓ ટ્રકને લૂંટતા નજરે પડી રહ્યા છે માત્ર પુરુષો જ નહીં પણ મહિલા પણ આ લૂંટમાં સામેલ હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે અનાજ થી ભરેલા ટ્રક પર લોકોએ લૂંટ મચાવી છે. આટલું જ નહીં પણ અનાજની ગુણોને રસ્તા વચ્ચે ફેંકીને લૂંટ મચાવી રહ્યા છે. અનાજનો એક એક દાણો મેળવવા માટે પુરુષ અને મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વિડિયો જોઈને ચોક્કસપણે કહી શકાય કે, કંગાળ પાકિસ્તાનમાં હવે લોકોની થાળીઓ માંથી રોટી પણ ગાયબ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "કંગાળ થયું પાકિસ્તાન… ભૂખ કાબુ બહાર થતા અનાજના એક-એક દાણા માટે પોતાના જ સાથે ઝઘડી પડ્યા પાકિસ્તાનીઓ…"

Leave a comment

Your email address will not be published.


*