આ 6 મિત્રો સેલ્સમેનમાથી બની ગયા કરોડપતિ, જાણો તેમની કહાની

આ વાત છે કેરળના એક જ્વેલરી શો રૂમમાં કામ કરવાવાળા 6 સેલ્સમેનની.આ છ લોકોએ થોડા દિવસો પહેલા લોટરીની ટિકિટ ખરીદી હતી. લોટરીનું પરિણામ જ્યારે 19 સપ્ટેમ્બરે આવ્યું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેમના મનમાં આજ ગીત ગુંજ્યું હશે દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે. હવે તમારા મનમાં એ સવાલ ઉઠ્યો હશે કે લોટરી હતી કેટલા રૂપિયાની?

બાર કરોડનું બંપર ઈનામ લાગ્યુ

હકિકતમાં થયું એવું કે, ગુરુવારે બપોરે ઓણમ બંપર લોટરીના પરિણામો ઘોષિત કરવામાં આવ્યા. તેમ બાર કરોડનું બંપર ઈનામ લાગ્યુ. અને ટિકિટના માલિક હતા આ છ ખુશકિસ્મત મિત્રો. આટલી મોટી રકમનું અત્યારે શું કરવું તે આ મિત્રોએ હજુ વિચાર્યું નથી. આ બધાનું કહેવું છે કે, તેઓ હજુ તે જ જ્વેલરી શો રૂમમાં કામ કરતા રહેશે અને આ રૂપિયાને ખર્ચ કરવાનો ઉપાય શોધ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે થિરૂવોનમ બંપર લોટરીના 46 લાખથી વધારે ટિકિટ વેચાય છે. જે એક રેકોર્ડ છે.

રૂપિયા પૂરા નહિ મળે

હવે તમારી જાણકારી માટે કેટલીત વાતો કહી દઈએ કે, ભલે આ મિત્રોએ બાર કરોડની લોટરી જીતી લીધી હોય. પરંતુ તેમને પૂરા રૂપિયા નહિ મળે, કેમ કે કેટલાય પ્રકારના ટેક્સ કપાતા તેમના હાથમાં માત્ર સાત કરોડ આવશે. જો કે આટલા રૂપિયા સરખાભાગે વહેચાતા તેઓ કરોડપતિ તો બની જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: