શું તમે પણ નાહતી વખતે આ ભૂલ કરો છો ? તો બગડશે તમારી સુંદરતા. જાણો વધુ

આખા દિવસની દોડભાગ બાદ નહાવાથી થાક ઉતરી જાય છે. ઘણા લોકો નહાવાની જગ્યાએ શાવરનો ઉપયોગ કરે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, વધારે…

આખા દિવસની દોડભાગ બાદ નહાવાથી થાક ઉતરી જાય છે. ઘણા લોકો નહાવાની જગ્યાએ શાવરનો ઉપયોગ કરે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, વધારે લાંબા સમય સુધી નહાવાથી અથવા વધારે ગરમ પાણીથી નહાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

વધારે લાંબા સમય સુધી નહાવું

ગરમ પાણીથી નહાવાથી થાક ઉતરી જાય છે પરંતુ ઘણા લોકો વધારે ગરમ પાણીથી લાંબા સમય સુધી નહાય છે. જેનાથી તેમની ત્વચાની કોમળતાનો નાશ થાય છે. ગરમ પાણીથી વધારે લાંબા સમય સુધી નહાવાથી વાળમાં રહેલ કુદરતી તેલ પણ નાશ પામે છે. માટે ગરમ પાણીથી નહાવું હોય તો થોડો સમય પણ નહાવું જોઇએ.

વાળની ત્વચાને વધારે ઘસવી

ઘણા લોકો વાળને સાફ કરતી વખતે હાથના નખથી ઘસે છે, જે એકદમ અયોગ્ય છે. આ રીતે સ્કેલ્પને ઘસવાથી વાળને નુકશાન થાય છે અને વાળ ખરે પણ છે.

યોગ્ય સાબુનો ઉપયોગ

જો તમે એવા કોઇ સાબુનો ઉપયોગ કરતા હોય જે તમારી ત્વચાને સૂકી અને બેજાન બનાવતો હોય તો તેને તરત જ બંધ કરી દેવો જોઇએ. ત્વચાને સાફ કરવા માટે યોગ્ય બૉડી ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જોઇએ.

રૂસાને રાખો સાફ

ઘણા લોકો નહાવા માટે સાબુની જગ્યાએ લિક્વિડ ક્લિંઝરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી ત્વચા મુલાયમ રહે છે અને તેની સુંદરતા જળવાઇ રહે છે. પરંતુ જો તમે નહાવાના રૂસાને બરાબર સાફ નહીં કરો તો, તે તમારા શારીર પરનો કચરો અને બેક્ટેરિયાને દૂર કરવાની જગ્યાએ વધારશે. માટે રૂસાને રોજ સાફ કરવું જોઇએ.

મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો

નહાયાના તરત જ બાદ મૉઇશ્ચરાઇઝર લગાવી લેવું જોઇએ. જેનાથી શરીરનું મૉઇશ્ચર જળવાઇ રહે છે. શરીર થોડું ભીનું હોય ત્યારે જ શરીર પર મૉઇશ્ચરાઇઝર લગાવવાથી શરીર મૉઇશ્ચરને બરાબર શોષી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *