ગુજરાત માટે કાળમુખો બુધવાર: અલગ-અલગ જગ્યાએ 7 અકસ્માતમાં 6 લોકોના મોતથી મચ્યો હાહાકાર “ઓમ શાંતિ”

Published on Trishul News at 10:59 AM, Thu, 26 October 2023

Last modified on October 26th, 2023 at 11:15 AM

6 deaths in 7 accidents in gujarat: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. તેઓ જ એક અકસ્માત રાજ્યના સમી હાઇવે પર સામે આવી રહ્યો છે.જેમાં રાધનપુરના ચામુંડા મંદિર રોડ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પોહાચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ શરુ કરી દીધી છે.

જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત
અકસ્માતની એક બીજી ઘટના પણ સર્જાયા હતી. રાજ્યના જેતપુરમાં સામે આવી રહી છે. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જે અંગે જાણ થતા પરિવારના લોકોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો.તે પછી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ત્મોર્ત્મ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

બોટાદના ગઢડા તાલુકાના અડતાળા હાઇવે પર અકસ્માત : એકને ઇજા
વધુ એક અક્સમાત બોટાદના ગઢડા શહેરનાં અડતાળા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પોહચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને ગઢડા હોસ્પિટલમાં સારવાર માટે ઊકલી દેવામાં આવ્યો છે.

બાઈક સવાર બે યુવકોને ઈજાઓ થઇ હતી
સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. માંગરોળના નવાપરા ગામ નજીક બાઈક અને સ્કૂલ વાન વચ્ચે અક્સ્માત થતા ઘટનામાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી. તથા અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અમીરગઢના આવલ પાસે અકસ્માતમાં પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત
તે ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢના આવલ પાસે એક બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્નીનું અકસ્માતમાં મોત થતા ચકચાર મચી હતી. રાજસ્થાનના ઝામર ગામનું દંપતી અમીરગઢ આવી રહ્યું હતું. જેનું બાઈક અકસ્માતમાં થયું હતું. અને સારવાર દરમિયાન પતિ-પત્નીનું મોત નિપજતા ચકચાર મચી ઉઠ્યો છે.

ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત
અને બીજી બાજુ આણંદના વઘવાલા પાસે પણ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે.સરસ્વતી સ્કૂલ પાસે 2 કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલકનું ફસાઈ જવાથી મૃત્યુ જ્યારે આ અક્સમાતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુમાં સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે રીક્ષા પલટી ખાઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને ગંભીર માત્રમાં ઇજા થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Be the first to comment on "ગુજરાત માટે કાળમુખો બુધવાર: અલગ-અલગ જગ્યાએ 7 અકસ્માતમાં 6 લોકોના મોતથી મચ્યો હાહાકાર “ઓમ શાંતિ”"

Leave a comment

Your email address will not be published.


*