કામ કરીને પરત ફરી રહેલા મજુરોને ભરખી ગયો કાળ: પીકઅપ પલટી જતા એક સાથે 14 મજુરો….

Published on Trishul News at 11:58 AM, Thu, 23 June 2022

Last modified on June 23rd, 2022 at 11:58 AM

ઉતરપ્રદેશ(Uttar Pradesh): ઝાંસી (Jhansi)માં યુપી-એમપી બોર્ડર(UP-MP border) પાસે એક પીકઅપ પલટી જતાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને ઝાંસી મેડિકલ કોલેજ (Jhansi Medical College)માં દાખલ કરવામાં આવ્યા છે. ક્રશર પર કામ કરીને બધા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત(Accident) સર્જાયો હતો.

મધ્યપ્રદેશની સરહદે આવેલા કુદર ગામના મજૂરો રાબેતા મુજબ ઝાંસીના ગુરસરાય પાસે હબુપુરામાં ક્રશર પર કામ કરવા ગયા હતા. મંગળવારે મોડી સાંજે આ મજૂરો પીકઅપ દ્વારા ઘરે જઈ રહ્યા હતા. ત્યારપછી ગામથી 200 મીટર પહેલા પીકઅપ પલટી ગઈ હતી. જેમાં ચાર લોકોના કરુણ મોત થયા છે.

બે કામદારો પહેલેથી જ ઉતરી ગયા હતા:
પીકઅપ પલટી જતા 6 લોકો દૂર ફગવાઈ ગયા હતા. જ્યારે કુદરના રહેવાસી મહેન્દ્ર નામદેવ(38), હરિરામ(34), રાજેન્દ્ર રજક(23), ભજ્જુ(45), અરવિંદ ઉર્ફે ટીંકુ(29) અને દીપક(25) પીકઅપની નીચે દટાયા હતા. જેમાં રાજેન્દ્ર અને ભજ્જુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેન્દ્ર અને હરિરામનું ઝાંસીમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દીપક, ટીંકુ અને અન્ય બે ઘાયલોની સારવાર ચાલી રહી છે. પીકઅપમાં 14 જેટલા મજૂરો હતા. બે કામદારો પહેલેથી જ ઉતરી ગયા હતા.

ઇજાગ્રસ્તોએ ફોન કરીને અકસ્માતની માહિતી આપી હતી:
ઘાયલોએ ગામના લોકોને અને પરિવારને ફોન કરીને અકસ્માતની જાણ કરી. આ પછી લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પીકઅપ નીચે દટાયેલા લોકોને કોઈક રીતે બહાર કાઢ્યા. રાજેન્દ્ર અને ભજ્જુના મૃતદેહ પીકઅપની નીચે દબાઈ જવાથી ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

રાજેન્દ્રના લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા:
એક સાથે ચારના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગામના લોકોએ જણાવ્યું કે, રાજેન્દ્રના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. જ્યારે મહેન્દ્રની પત્ની આશા ગર્ભવતી છે. મહેન્દ્રને 5 વર્ષનો પુત્ર અને 3 વર્ષની પુત્રી છે. હરિરામને એક પુત્ર અને એક પુત્રી છે. ભજ્જુને ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કામ કરીને પરત ફરી રહેલા મજુરોને ભરખી ગયો કાળ: પીકઅપ પલટી જતા એક સાથે 14 મજુરો…."

Leave a comment

Your email address will not be published.


*