હવસખોર પિતાને રંગેહાથ પકડવા પાછળ-પાછળ આવ્યો દીકરો, અંતે હોટલમાં પ્રેમિકા સાથે એવી હાલતમાં…

Published on Trishul News at 5:28 PM, Fri, 2 December 2022

Last modified on December 2nd, 2022 at 5:28 PM

હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈન (Ujjain)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 60 વર્ષની ઉંમરના એક પરણીત વ્યક્તિ પોતાની 59 ઉંમરની પ્રેમિકા સાથે હોટલમાં રંગરેલીયા મનાવતા પકડાયા હતા. ચોકાવનારી બાબત તો એ છે કે, આ રંગ રેલીયા મનાવતા 60 વર્ષના વ્યક્તિના દીકરાએ જ પકડી પાડ્યા હતા.

મળતી મહિતી અનુસાર, 60 વર્ષીય આલોક ચૌધરી ગ્વાલિયરમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની 59 વર્ષની પ્રેમિકા જયપુરમાં એફસીઆઇ વિકાસ અધિકારી તરીકે નોકરી કરે છે. આલોક ચૌધરીના દીકરા અંકુરે કહ્યું કે તેના મમ્મી તેના પપ્પાના અફેર અને ઝઘડાથી ખૂબ જ કંટાળી ગયા હતા. જેના કારણે તેના જ દીકરાએ પિતાની લવ સ્ટોરી સમાજ સામે ખુલ્લી પાડી હતી.

આ અંગે અંકુરે જણાવ્યું કે, બે ત્રણ દિવસ પહેલા તેના પપ્પા ઘરે કોઈને કહ્યા વગર બહાર જતા રહ્યા હતા અને તેમની પાસેથી જયપુરની ટિકિટ મળી હતી. તેની માતાના કહેવા અનુસાર તે તેના પપ્પાની પાછળ ગયો હતો. તેના પિતા પહેલા જયપુરની ટ્રેન માં બેસીને ઉજ્જૈન ગયા હતા. તેના પિતા ટ્રેનમાં ઉજ્જૈન ગયા હતા તો દીકરાએ તેનો પીછો કરવા તે કાર લઈને પિતાની પાછળ ગયો હતો. ઉજ્જૈન આવ્યા બાદ પિતા અને તેની પ્રેમિકા બંને મહાકાલ મંદિરની સામે આવેલા હોલીડે હોટલમાં રોકાયા હતા.

વધુમાં અંકુર દ્વારા જણાવાયું હતું કે, જયારે પિતા અને તેની પ્રેમિકા બંને હોટલમાં હતા ત્યારે હું પિતાનો ભાંડો ફોડવા હોટલના રૂમમાં ગયો અને ખૂબ જ ખરીખોટી સંભળાવી હતી. આ દરમિયાન પિતાએ મને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો હતો. આ સમયે દીકરાને તેના પિતાનો એક વિડીયો પણ બનાવ્યો હતો. પિતાને રંગે હાથે પકડવા માટે આલોકે લગભગ 800 કિલોમીટરનું સફર પાર કર્યું હતું અને પિતાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

જાણવા મળ્યું કે પિતાની પ્રેમિકા નો પતિ પણ મૃત્યુ પામેલો છે અને પુત્ર એ કહ્યું કે આ પ્રેમિકા તેના પિતા પાસેથી પૈસા પડાવવા માટે આ બધું નાટક કરી રહી છે. સાથે જ પત્નીનો દાવો છે કે તેના પતિ તેને ડિવોર્સ આપવા બાબતે 13.50 લાખની માંગણી પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "હવસખોર પિતાને રંગેહાથ પકડવા પાછળ-પાછળ આવ્યો દીકરો, અંતે હોટલમાં પ્રેમિકા સાથે એવી હાલતમાં…"

Leave a comment

Your email address will not be published.


*