64 જેટલા મજૂરોથી ભરેલી બસનો ટ્રેકટર સાથે ભયંકર અકસ્માત -જાણો કયાની આ ઘટના

બિહારથી મજૂરોને લઈને દિલ્હી જઈ રહેલી એક પ્રાઇવેટ બસ ઇટથી ભરેલી ટ્રેકટર-ટ્રોલી સાથે અથડાઇ ગઇ છે. અથડામણ એટલી ભયંકર હતી કે બસ ચાલક સહિત બે…

બિહારથી મજૂરોને લઈને દિલ્હી જઈ રહેલી એક પ્રાઇવેટ બસ ઇટથી ભરેલી ટ્રેકટર-ટ્રોલી સાથે અથડાઇ ગઇ છે. અથડામણ એટલી ભયંકર હતી કે બસ ચાલક સહિત બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મજૂરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાંથી 8 મજૂરોને હાલત ગંભીર છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યાંથી પરિસ્થિતી નાજૂક દેખાતાં આઠથી વધારે મજૂરોને ઉચ્ચકક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સામાન્ય ઘાયલોને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાષ્ટ્રીય રાજ્ય માર્ગ 24ના મનકરા વળાંક પાસેની છે. એક બસ ઈટોથી ભરેલા ટ્રેકટર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. દુર્ઘટના બનતાની સાથે જ સ્થળ ઉપર રોકકળના અવાજો આવવા લાગ્યા હતા.

રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોએ ઘાયલોને દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી બહાર કાઢ્યા અને ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સાથે પોલીસને પણ દુર્ઘટનાની જાણકારી આપી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તમામ ઘાયલોને ઈલાજ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બસ ચાલક સહિત એક અન્ય યાત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

સતત ત્રણ દિવસથી બસ ચલાવી રહ્યો હતો ડ્રાઇવર
બસમાં બેઠેલા મજૂરી યાત્રી નીરજ કુમારે જણાવ્યું કે બસ ચાલક છેલ્લા ત્રણ દિવસથી સતત બસ ચલાવી રહ્યો હતો. એવામાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડ્રાઈવરને ઊંઘનું ઝોલું આવી ગયું હશે. મજુરે જણાવ્યું કે જે સમયે દુર્ઘટના ઘટી તે સમયે તેઓ પણ ઉંઘમાં હતા. આ દુર્ઘટના સવારે લગભગ પાંચ વાગ્યે બની હતી. યાત્રિકોએ જણાવ્યું કે બસ ચાલક ઉપરાંત એક અન્ય યાત્રીનું પણ મૃત્યુ થઈ ગયું છે. દુર્ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *