જુઓ કેવી રીતે ડોકટરે અશક્યને પણ શક્ય બનાવી મોતના દરવાજે ઉભેલા વ્યક્તિને આપ્યું નવજીવન

Published on: 11:06 am, Wed, 3 August 22

હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્સર (Cancer)થી પીડિત એક વ્યક્તિના પેટમાં 7.5 કિલોની ગાંઠ(tumor) હતી. અને ડૉક્ટરે કહ્યું કે તેનું ઓપરેશન કરી શકાતું નથી. પરંતુ હવે આ વ્યક્તિની ગાંઠ દૂર થઈ ગઈ છે અને તે કેન્સરથી પણ મુક્ત થઇ ગયા છે. આવો જાણીએ આ ચમત્કાર કેવી રીતે થયો…

મળતી માહિતી અનુસાર, ઈયાન હોલ્ડન (71) તેની પત્ની સાથે નોટિંગહામશાયર (યુકે)માં રહે છે. તેમને ગયા વર્ષે જૂનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રેટ્રોપેરીટોનિયલ સાર્કોમા નામની દુર્લભ ગાંઠથી પીડિત છે. આ ગાંઠ શરીરની પેશીઓ, ચરબી, સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાંથી વિકસે છે.

5 1 - Trishul News Gujarati Cancer, Ian Holden, Nottinghamshire, tumor, UK

ઇયાન તેની ગાંઠ વિશે બીજા અભિપ્રાય માટે ‘ધ રોયલ માર્સડેન NHS ફાઉન્ડેશન’ના ડૉ. ડર્ક સ્ટ્રોસને મળ્યો. ડૉ સ્ટ્રોસ લંડનમાં કેન્સર નિષ્ણાત હોસ્પિટલ ધરાવે છે. ઇયાન હોલ્ડન ડૉ. સ્ટ્રોસ પાસે પહોંચ્યો ત્યારે તેની ગાંઠનું વજન સાડા સાત કિલોગ્રામ હતું.

ઈયાનની ગાંઠ જોઈને ડૉક્ટરે દાવો કર્યો કે, તે આ ગાંઠનું ઑપરેશન કરીને કાઢી નાખશે. આ પછી ઈયાનનું ઓપરેશન કરવામાં આવ્યું અને તે કેન્સરથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો. આ ઓપરેશનની વાર્તા તાજેતરમાં ચેનલ 4ના ‘સુપર સર્જન્સઃ અ ચાન્સ ઓફ લાઈફ’માં દર્શાવવામાં આવી હતી. જ્યારે હોલ્ડન 23 વર્ષનો હતો, ત્યારે તેને ગાંઠનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.

તે જ સમયે, કીમોથેરાપી અને રેડિયોથેરાપી પણ રેટ્રોપેરીટોનિયલ સાર્કોમા પર અસરકારક ન હતી. ડૉક્ટર સ્ટ્રોસે કહ્યું કે આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય દૂર કરવામાં આવી ન હતી. તેણે ઓપરેશન પહેલા હોલ્ડનને કહ્યું હતું કે તેમાં જોખમ છે. પરંતુ હોલ્ડને મંજૂરી આપી અને તે પછી ઓપરેશન થયું. સર્જરી બાદ હોલ્ડનને 60 ટાંકા આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.