ગંગા નદીમાંથી મળ્યા ‘શ્રી રામ’ લખેલા તરતા પથ્થર, બંનેનું વજન છ થી સાત કિલો… -જાણો રહસ્ય

Published on Trishul News at 1:21 PM, Sun, 26 June 2022

Last modified on June 26th, 2022 at 1:21 PM

પશ્ચિમ બંગાળ(West Bengal)ના હુગલી(Hughly) જિલ્લાના શ્રીરામપુર(Shrirampur)ના ગંગા ઘાટ(Ganga Ghat) પર એક અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રત્યક્ષદર્શીઓ અનિકેત ઝા(Aniket Jha) અને મનોજ સિંહે(Manoj Singh) દાવો કર્યો છે કે, બે પથ્થરો પર જય શ્રી રામ લખેલું હતું. જ્યારે મેં તેને મારા હાથમાં જોયું તો આ બંને પથ્થરોનું અંદાજિત વજન 6 કિલોથી 7 કિલો જેટલું જણાયું હતું.

આ કાળા રંગના પથ્થરો નદીમાં તરતા જોવા મળ્યા હતા. તેમને જોવા માટે શ્રીરામપુરના ગંગા ઘાટ પર સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. આ પછી લોકોએ આ પથ્થરને ગંગામાં ફેંકી દીધો. સ્થાનિક રહેવાસી અન્નપૂર્ણા દાસે જણાવ્યું કે, તેમણે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ દ્વારા પથ્થરોથી પુલ બનાવવાની વાત સાંભળી હતી.

પરંતુ, આજે તેમણે ખરેખર એક એવો પથ્થર જોયો, જે પાણીમાં ઉતરતો દેખાયો. આ અંગે વૈજ્ઞાનિક તથ્યો આપતાં પશ્ચિમ બંગાળ વિજ્ઞાન મંચના વરિષ્ઠ સભ્ય ચંદન દેબનાથે જણાવ્યું હતું કે, જો પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય તો પથ્થર પાણીમાં તરતો દેખાય છે.

તેમણે કહ્યું કે, આ સિવાય જો કોઈ પૂજા પાઠ દરમિયાન થર્મોકોલ પર કાળા સિમેન્ટનો લેપ લગાવીને જો આવી કોઈ વસ્તુ નદીમાં વહાવી દેવામાં આવે તો તે વસ્તુની અંદરના ખાડાને કારણે તે અવશ્ય નદીમાં તરતી રહે છે. પાણી ચંદન દેવનાથે કહ્યું કે, કહેવાતા પથ્થરને જોયા વિના અને તેની તપાસ કર્યા વિના, પાણીમાં તરતા હોવાની હકીકત વિશે ચોક્કસ કહી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગંગા નદીમાંથી મળ્યા ‘શ્રી રામ’ લખેલા તરતા પથ્થર, બંનેનું વજન છ થી સાત કિલો… -જાણો રહસ્ય"

Leave a comment

Your email address will not be published.


*