ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના દર્દનાક મોત, બસનો તો છૂંદો બોલી ગયો- ખૌફનાક દ્રશ્યો જોઇને ધ્રુજી ઉઠશો

Accident News: હાલમાં જ એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક સાથે 7 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. જો…

Accident News: હાલમાં જ એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક સાથે 7 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અયોધ્યા(Ayodhya)માં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં 7 લોકોના મોત(7 people died) થયા છે.

અહીં યુપીના અયોધ્યાથી આંબેડકર નગર તરફ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ અકસ્માત લખનૌ-ગોરખપુર હાઈવે પર થયો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી મારી બસની ઉપર પડી હતી.

અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અજય રાજાના જણાવ્યા અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા સાત લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

એજન્સી અનુસાર, દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા છે.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું:

યુપીના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

બલરામપુરમાં પણ થયો હતો અકસ્માત:

તાજેતરમાં જ 8 એપ્રિલે યુપીના બલરામપુરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક કાર અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર દેવરિયા જિલ્લાનો રહેવાસી હતો.

પરિવારના 6 લોકોના મોત થયા હતા:

અકસ્માતનો ભોગ બનેલો પરિવાર બલરામપુરથી બસ્તી તરફ સ્વિફ્ટ ડિઝાયર કારમાં જઈ રહ્યો હતો, જે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારમાં પતિ-પત્ની ઉપરાંત એક યુવક અને ત્રણ બાળકો હતા. આ પરિવાર દેવરિયા જિલ્લાના શ્રીરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાંકુલ ગામનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *