પિતાને મદદરૂપ થવા દીકરાએ એમ્બ્રોઈડરીના પોટલા ઉપાડ્યા… સુરતની નાલંદા વિદ્યાલયના સાત વિદ્યાર્થીએ મેળવ્યા A1

GSEB 10th Result, Surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરી દેવામાં…

GSEB 10th Result, Surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાના નામની સાથે સાથે સમગ્ર રાજ્યનું પણ નામ ખુબ જ રોશન કર્યું છે. ધોરણ-10 નું પરિણામ આજે આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. આજે વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ આવતાની સાથે મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) ની નાલંદા વિદ્યાલયમાં સાત વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયને ધોરણ 10 નું પરિણામ 78% જેટલું આવ્યું હતું. જેમાં શાળાના ૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે 30 જેટલા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. કિશોર ચૌહાણઅને શાળાના સંચાલકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે, પ્રેક્ટિસ બેઝ લર્નિંગ અને પેપર સોલ કરાવીને આ સફળતાવવામાં મદદ મળે છે.

શાળામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હેત એ જણાવ્યું હતું કે, તેને ૯૫ ટકા પ્રાપ્ત થયા છે, આગામી સમયમાં અત્યારે જે મહેનત કરતો હતો તેનાથી વધુ મહેનત કરીને, બી ગ્રુપ રાખી આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે. આ બધું જ ધ્યાનપૂર્વક વાંચવાથી સફળતા મળે છે. આ સફળતાનો શ્રેય વાલીઓ શિક્ષકો અને માતા-પિતાને જાય છે. હેતના માતા પિતા લેબર કામ કરે છે એમરોડરીના પોટલા ઊંચકીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. 64.18% પરિણામ અમદાવાદ શહેરનું આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. તમને ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

ધોરણ 10 નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આજે જાહેર કરવામાં આવ્યું છે. તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *