સુરતમાં PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક 700 લોકો દ્વારા કટ કરાઈ

17મી સપ્ટેમ્બર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ છે. શહેરની બેકરી બ્રેડલાઈનર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં…

17મી સપ્ટેમ્બર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ છે. શહેરની બેકરી બ્રેડલાઈનર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. કેકનું નામ જ અગેઈન્ટ્સ કરપ્શન છે અને શહેરના સેલિબ્રિટી અને જાણિતા વ્યક્તિની જગ્યાએ 700 ઓનેસ્ટ લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદીના જન્મદિવસની ઉજવણી

બ્રેડ લાઈનરના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નિતિનભાઈ કહે છે કે, દેશને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી મળ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે બ્રેડલાઈનર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જે વ્યક્તિ વગર અપેક્ષાએ સમાજ માટે કંઈ પણ કરે તેના દ્વારા કેક કટ કરવામાં આવી હતી. જેમાં નાના વ્યક્તિઓ પાસે કેક કટ કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થી અને ગરીબ બાળકને ફ્રીમાં અભ્યાસ કરાવતા, પર્યાવરણ, આરોગ્ય, જીવદયા શિક્ષણ, નારી સશક્તિકરણ વિશે કામ કરતાં હોય, જે નાના વ્યક્તિ હોય જેમની કોઈ પીઠ થાપબડતું નથી છતા તે કામ કરે છે તેમને કોઈ એપ્રિશિએટ નથી કરતું તેવા વ્યક્તિઓને સમાજને એક એવી દિશા આપવા માંગીએ છીએ.

સેવા માટે રૂપિયાની જરૂર નથી, માત્ર તમારું મન હોય તો સેવા કરી શકો છો. જો કરપ્શનને ભગાડવું હોયતો અંધારાને દુર કરવું હોય તો લાકડી મારો તો અંધારું દૂર ન થાય અંધારુ દૂર કરવા માટે દિવો કરવો પડે. એવી જ રીતે કરપ્શનને દૂર કરવા માટે ઓનેસ્ટ લોકોની જરૂર હોય છે, એટલા માટે આવા વ્યક્તિઓ દ્વારા કેક કટ કરવામાં આવી હતી. 7 હજાર લોકો આ કેક ખાશે.

કેકમાં શું ઉપયોગ કરાયો

કેકમાં 1200 કિલો મેંદો, ખાંડ 1300 કિલો, વે પ્રોટીન 235 કિલો, કેક જેલ 130 કિલો, કોકો પાઉડર 1200 કિલો, કેરેમલ 30 કિલો, ચોકલેટ ચિપ્સ 850 કિલો, તેલ 350 કિલો, વિપ ક્રિમ 1800મો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *