નિર્દયી પતિ: પોતાની ગર્ભવતી પત્નીનું ગળું દબાવી કરી હત્યા, જાણો અરેરાટીભર્યો બનાવ

Visakhapatnam Crime News: 8 મહિનાની ગર્ભવતી મહિલા, જે થોડા દિવસોમાં પૃથ્વી પર નવું જીવન લાવવાની હતી, તેના જ પતિએ તેનું ગળું દબાવીને હત્યા (Visakhapatnam Crime News) કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી આ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી, ગુસ્સે ભરાયેલા પતિએ તેની આઠ મહિનાની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી.ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રેગ્નેન્ટ પત્નીનું ગળું દબાવ્યું
પોલીસે જણાવ્યું હતું કે આજે સવારે 27 વર્ષીય અનુષા અને જ્ઞાનેશ્વર વચ્ચે ઝઘડો થયો હતો, જે દરમિયાન પતિએ તેની પત્નીનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. આ પછી તે તેની પત્નીને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી. બાદમાં તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

ત્રણ વર્ષ પહેલા થયા હતા લવ મેરેજ
આ ઘટના વિશાખાપટ્ટનમના પીએમ પાલમ સ્થિત ઉડા કોલોનીમાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનેશ્વર શહેરમાં સ્કાઉટ્સ અને સાગરનગર વ્યૂપોઇન્ટ પાસે ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે છે. જ્ઞાનેશ્વરે ત્રણ વર્ષ પહેલા અનુષા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે પછી બંને સાથે રહ્યા. જોકે, પ્રેમ લગ્ન કરનારા આ દંપતી વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદો હોવાનું કહેવાય છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને કેસ નોંધવામાં આવ્યો છે. જ્ઞાનેશ્વર અને અનુષાની જે તસવીરો સામે આવી છે તેમાં બંને સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. ગર્ભવતી થયા પછી અનુષી ખૂબ જ ખુશ હતી. તેણીની ખુશી તેના બેબી બમ્પ દર્શાવતી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત પૂજાના તેના પતિ સાથેના ફોટા પણ સામે આવ્યા છે. પરંતુ હવે અનુષીના નિર્પદયીતિના હાથે મૃત્યુ થવાની ચર્ચા છે. બીજી બાજુ, જ્ઞાનેશ્વર પણ પોતાના કાર્યો માટે પસ્તાવામાં જીવી રહ્યો છે.