
અત્યાર સુધી સોના(Gold)-ચાંદી (Silver) કે રોકડની ચોરી વિશે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ વિમલ-ગુટખાની ચોરી વિશે ક્યારેય સાંભળ્યું નહિ હોય. ત્યારે હાલ માહિતી મળી આવી છે કે, કડોદરા(Kadodara) ચાર રસ્તા નજીક આવેલા જયઅંબે ટ્રેડર્સ (Jayambe Traders)ના ગોડાઉન (Godown)માં મળસ્કે 8 જેટલા તસ્કરો ત્રાટકયા હતા. ગોડાઉનની બહાર બેસેલા વોચમેનને તસ્કરોએ બંધક બનાવી માર મારી રૂ.10.50 લાખના વિમલ(Vimal) ગુટકાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
View this post on Instagram
8 જેટલા તસ્કરો ગોડાઉન નજીક આવ્યા હતા:
તસ્કરો સોના, ચાંદી તેમજ રોકડ તો ઠીક, પરંતુ હવે લાખો રૂપિયાના વિમલ-ગુટકાની પણ ચોરી કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોના તરખાટ બાદ ચલથાણ ખાતે બે દિવસ પહેલાં તસ્કરો ચોરીના ઇરાદે ત્રાટક્યા હતા. બાદમાં તેઓ ફરી કડોદરા પંથકને જ નિશાન બનાવી લાખોની મત્તાના વિમલ ગુટકાની ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, નીતિનકુમાર ગમનલાલ મોદીની કડોદરા ચાર રસ્તા નજીક જયઅંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે, જેની નજીકમાં જ તેમનું ગોડાઉન પણ આવેલું છે. એ ગોડાઉનને તસ્કરોએ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નિશાન બનાવ્યું હતું, ગોડાઉનમાં 8 જેટલા તસ્કરો ઘુસી આવ્યા હતા.
વોચમેનને કોથળામાં બાંધીને સીમમાં ફેંકી દેવાયો:
તે જ સમયે ગોડાઉનની બહાર ફરજ બજાવી રહેલા વોચમેન દલ બહાદુર સિંહે તસ્કરોને પૂછ્યું કે, ગાડી શા માટે અહીં ઊભી કરી છે, ત્યારે તસ્કરોએ વોચમેનને બંધક બનાવી માર મારી કોથળામાં બાંધીને ભરી દીધો હતો. તેમજ એક કારમાં વોચમેનને લઈ જઈ ઉંભેળ ગામની સીમમાં ફેંકી દીધો હતો.
ત્યારબાદ ગોડાઉનમાં ઘુસી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટકાની તસ્કરો ચોરી કરી ગયા હતા. જયઅંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી રૂ. 10.50 લાખના વિમલ ગુટકાની ચોરી થયાનું સામે આવ્યું હતું. જેથી તેમણે તાત્કાલિક પણે પોલીસને જાણ કરી હતી. તેથી હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરોની નજર CCTV કેમેરા પર પડતા લાકડી વડે કેમેરો ઊંચો કર્યો:
ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાઈ છે કે, ગોડાઉનમાં વિમલ ગુટકાની ચોરી કરવા આવેલા 3 તસ્કરો ગોડાઉનમાં મૂકેલી બોરીઓને ઉઠાવી બહાર મૂકેલા વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરી પૈકી 5થી 6 બોરી તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલા CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કરે બહારથી લાકડી લાવી કેમેરાને ઊંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિનધાસ્તપણે અંજામ આપ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.