ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

લોકડાઉનના અસરગ્રસ્ત 80 કરોડ લોકોને મોદી સરકારની આ યોજના મદદ કરશે- જાણી લો તમારે પણ કામ લાગશે

મોદી સરકાર ૨.૦ ના એકવર્ષ પૂર્ણ થયા બાદ મળેલી પ્રથમ કેબીનેટ બેઠક બાદ PIB એ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ કામ કરતી સરકારમાં ગરીબો અને દયનિય સ્થિતિમાં જીવતા લોકોને ટોચની અગ્રતા આપવામાં આવે છે. કોરોના વાયરસ મહામારીને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનના પ્રથમ દિવસથી જ સરકાર ગરીબોમાં ગરીબ એવા લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. આનો પૂરાવો લૉકડાઉન જાહેર કર્યાના માત્ર બે દિવસમાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તા.26 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલી પેકેજ યોજનામાં જોવા મળ્યો હતો.

આશરે 80 કરોડ લોકોને આહાર સુરક્ષા યોજના હેઠળ રોકડ રકમની સીધી તબદીલી વડે 20 કરોડ મહિલાઓને બેંકના ખાતાઓમાં સીધી રકમ જમા કરાવી લાભ આપવાથી માંડીને સિનિયર સિટીઝન, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોના હાથમાં સીધી રકમ આપવામાં તથા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કરોડો ખેડૂતોને હપ્તાવાર રકમ આપવાની જાહેરતમાં જોવા મળે છે. આ યોજનાઓ મારફતે લૉકડાઉનને કારણે તાત્કાલિક દરમ્યાનગિરી કરવી પડે તેવા સમાજના દયનિય વર્ગોના વ્યાપક સમુદાયને લાભ થયો છે.

આ ઉપરાંત આ માત્ર જાહેરાતો જ ન હતી. થોડાંક દિવસોમાં જ કરોડો લોકોને રોકડ કે વસ્ત્રોના સ્વરૂપે સીધો લાભ પહોંચતો થઈ ગયો હતો. ખેડૂતોને બંધનકર્તા બને તેવી સાંકળોથી મુક્ત કરીને તેમની આવકોની તકો વધારી ખેડૂતોના કલ્યાણ માટે જંગી સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે ખેતી અંગેની માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણો કરવા માટેની જાહેરાતો પણ કરવામાં આવી છે. માછીમારી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓને પણ નાણાંકિય પેકેજ પ્રાપ્ત થયું છે. દરેક કદમે ભારત સરકારે સમાજના અત્યંત દયનિય વર્ગને સહાય કરવામાં કરૂણા અને તત્પરતા દાખવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: