દુબઈમાં બની રહેલા BAPS હિંદુ મંદિરના શિલ્પના ફોટો આવ્યા સામે- જોઇને બોલશો અતિસુંદર

ભારતમાં અનેકવિધ સંપ્રદાયો આવેલા છે. જેમાંથી વિશ્વવ્યાપી સંસ્થા એટલે કે, BAPS સંસ્થાનાં સમગ્ર દેશમાં કુલ 1,100 થી પણ વધારે શિખરબદ્ધ મંદિરો આવેલા છે. આની સાથે…

ભારતમાં અનેકવિધ સંપ્રદાયો આવેલા છે. જેમાંથી વિશ્વવ્યાપી સંસ્થા એટલે કે, BAPS સંસ્થાનાં સમગ્ર દેશમાં કુલ 1,100 થી પણ વધારે શિખરબદ્ધ મંદિરો આવેલા છે. આની સાથે જ વિદેશની ધરતી પર પ અનેકવિધ મંદિરો આવેલા છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે.

15 લાખ કરતાં પણ વધારે વસ્તી ધરાવતો દેશ અબુ ધાબી લગભગ 3 મિલિયન ભારતીયો માટે આસ્થાનું કેન્દ્ર બનશે. અબુધાબીમાં સૌપ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ ખુબ ઝડપથી શરૂ થયું છે. કુલ 16 એકરમાં બનેલા આ મંદિર સંકુલમાં કુલ 900 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

એવો અંદાજ રહેલો છે કે, વર્ષ 2023 સુધીમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ જશે. આ મંદિરમાં કુલ 2,000 થી વધુ કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવશે. આની માટે કુલ 3,000 થી વધુ કામદારો અને કારીગરો કામ કરી રહ્યા છે. મંદિરમાં આશરે 5,000 ટન ઇટાલિયન કેરારા આરસપટનો ઉપયોગ કરવામાં આવશે.

મંદિરમાં મળી આવેલ પત્થર અને કલાકૃતિઓ રાજસ્થાન અને ગુજરાતમાં કોતરવામાં આવી છે. મંદિરના બાહ્ય ભાગમાં લગભગ 12,250 ટન ગુલાબી સેન્ડસ્ટોન બનાવવામાં આવશે. માનવામાં આવે છે કે, આ પત્થરો તીવ્ર ગરમીનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ મંદિર બોચાસનના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા નિર્માણ પામી રહ્યું છે. અક્ષરધામ મંદિરની તર્જ પર આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જો કે, તે દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા કદમાં નાનું હશે. દુબઈમાં 2 શિવ અને કૃષ્ણનાં મંદિરો અને ગુરુદ્વારા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *