પિતાના એક ઠપકાથી માઠુ લાગી આવતા ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું- ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 11:56 AM, Wed, 27 July 2022

Last modified on July 27th, 2022 at 11:56 AM

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સંગમ શહેર પ્રયાગરાજ(Prayagraj)થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પિતાના એક ઠપકાથી નારાજ થઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પિતાએ તેને મોબાઈલ પર ગેમ રમવા પર ઠપકો આપ્યો હતો. મોડી રાત્રે પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થી ગુસ્સે થઈને રૂમમાં ગયો હતો. ત્યાં તેણે પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.

સવારે જ્યારે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખૂલ્યો ન હતો. પછી તેણે બારીમાંથી જોયું તો તેના હોશ ઉડી ગયા. વિદ્યાર્થીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

વિદ્યાર્થીના પિતા રઘુનાથ પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું કે, તે રેલવેમાં નોકરી કરે છે. તે પરિવાર સાથે કર્નલગંજ વિસ્તારમાં રહે છે. તેમને બે પુત્રો છે, જેમાંથી નાનો સચ્ચિદાનંગ BHS શાળામાં ધોરણ 9 નો વિદ્યાર્થી હતો. તે ભણવામાં ધ્યાન નહોતો આપતો અને સતતમોબાઈલમાં વિડીયો ગેમ્સ રમી રહ્યો હતો. મંગળવારે રાત્રે જમતી વખતે પણ તે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, જેના પર તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો.

ઠપકાથી ગુસ્સે થઈને, સચ્ચિદાનંદ ખોરાક લીધા વિના રૂમમાં ગયો અને અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. પરિવારના સભ્યોએ વિચાર્યું કે, સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે. પરંતુ કોને ખબર હતી કે, સચ્ચિદાનંદ નાના એવા ઠપકાને કારણે મોતને વ્હાલું કરી દેશે. સવારે પુત્રનો મૃતદેહ જોયા બાદ સ્વજનોની હાલત કફોડી બની છે. પિતા વારંવાર કહી રહ્યા છે કે કાશ તેણે પુત્રને ઠપકો ન આપ્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પિતાના એક ઠપકાથી માઠુ લાગી આવતા ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું- ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*