કોરોનાવાયરસ થી પરેશાન જીને ૧૭ માર્ચના રોજ કોરોનાવાયરસ માટે બનાવવામાં આવેલ વેક્સિન નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું હતું. એટલે કે માણસો પર પરીક્ષણ શરૂ કર્યું હતું. હવે આ પરિક્ષણ ના સારા પોઝિટિવ રીઝલ્ટ સામે આવી રહ્યા છે.
ચીન એ ક્લિનિકલ ટ્રાયલ માટે કુલ 108 લોકોને પસંદ કર્યા હતા. જેમાંથી ચૌદને વેક્સિન ની અવધી પૂરી કરી લીધી છે. 14 દિવસ સુધી કવારટાઇંન માં રહ્યા બાદ તેઓ પોતાના પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
આ તમામ પરીક્ષણો ચીનના વુહાન શહેરમાં શરૂ કરવામાં આવ્યા હતા.વેક્સિનના પરીક્ષણ બાદ જોવા મળ્યું કે જે 14 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વસ્થ છે. સાથે જ મેડિકલ નજરમાં છે.
આ વેક્સિન ને ચીનમાં સૌથી મોટી બાયો વોરફેર સાઈનટીસ ચેન વી અને તેની ટીમે બનાવી છે.જે 108 લોકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તે તમામ લોકો 18 વર્ષથી લઇને 60 વર્ષની ઉંમર સુધીના છે.
તેને અલગ અલગ ત્રણ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.ત્રણેય ગ્રુપમાં અલગ અલગ લોકોને વેક્સિન ની અલગ અલગ માત્ર આપવામાં આવી હતી. આ તમામ લોકોને કવારાંટાઈન માં રાખવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news