ડ્રગ્સની આડમાં આવીને 12 વર્ષના બાળકએ ટુકાવ્યું જીવન, જાણો ક્યાંની છે ચકચારી ઘટના

Published on: 6:37 pm, Sat, 4 September 21

છત્તીસગઢ: છત્તીસગઢના બિલાસપુરના તેલીપારામાં કોતવાલી વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં શનિવારે, એક 12 વર્ષીય છોકરાનો મૃતદેહ બંધ મિલમાં લટકતો મળી આવ્યો હતો. બાળક છેલ્લા 3 દિવસથી ગુમ થયેલો હતો અને ડ્રગ્સનું વ્યસની પણ હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે, બાળકે આત્મહત્યા કરી છે, પરંતુ કારણ હજુ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.

મળતી માહિતી અનુસાર, કટિયાપરામાં રહેતો 12 વર્ષીય રાજા ડ્રગ્સનો વ્યસની હતો. તે 31 ઓગસ્ટના રોજ અચાનક તેના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારથી પરિવાર તેને શોધી રહ્યો હતો. આ દરમિયાન, શનિવારે સ્થાનિક લોકોએ રોટરી માર્ગ નજીક બંધ શંકર દાળની મિલમાં દોરડાથી લટકતી હાલતમાં બાળકની લાશ જોવા મળી હતી. ત્યારબાદ, લોકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

ASP સિટી ઉમેશ કશ્યપે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ બાળ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. તેમજ બાળક વ્હાઈટનર અને ડ્રગ્સ જેવા નસાનો વ્યસની હતો. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ વિગતો જાણી શકાશે. જોકે, તેના શરીર પર ક્યાંય પણ મારપીટના કોઈ નિસાન મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.