રાત્રે ફોન સાથે લઇ સુતા હોવ તો ચેતજો : બેડ પર મુકેલા મોબાઈલ માં થયો વિસ્ફોટ,14 વર્ષની છોકરીનું મૃત્યુ.

મોબાઈલ ફોનના વિસ્ફોટ બાદ 14 વર્ષની બાળકીનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. છોકરીએ પોતાના સ્માર્ટફોન ચાર્જિંગમાં ઓશિકા ઉપર મૂક્યો હતો. તે સૂતી હતી તે…

મોબાઈલ ફોનના વિસ્ફોટ બાદ 14 વર્ષની બાળકીનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. છોકરીએ પોતાના સ્માર્ટફોન ચાર્જિંગમાં ઓશિકા ઉપર મૂક્યો હતો. તે સૂતી હતી તે સમય દરમ્યાન ફોન માં વિસ્ફોટ થયો હતો. આ ઘટના કઝાકિસ્તાનના બાસ્તોબનો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 14 વર્ષીય આલુઆ એસેતકીજી સૂતી વખતે ગીતો સાંભળતી હતી. સગાસંબંધીઓને તેણીની ડેડબોડી સવારે પથારીમાં મળી હતી. નજીકમાં રાખેલા ફોનમાં વિસ્ફોટ થયો હતો.

પોલીસે જણાવ્યું કે,યુવતીનો ફોન ચાર્જિંગ પર હતો. માનવામાં આવે છે કે,માથાના ભાગે ઈજાને કારણે યુવતીનું તાત્કાલિક મોત નીપજ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતએ પણ આ કેસની તપાસ કરી હતી. તેમણે આ ઘટનાને ફોનની વધુ પડતી ગરમીનું કારણ ગણાવ્યું. યુવતીના મોતને દુ:ખદ ને ‘અકસ્માત’ ગણાવ્યું છે.

જો કે, વિસ્ફોટિત સ્માર્ટફોનનું બ્રાન્ડ નામ સાર્વજનિક કરાયું નથી. મૃત યુવતી અલુઆના મિત્ર અયાઝને લખ્યું છે કે,હું હજી પણ તેના પર વિશ્વાસ કરી શકતી નથી. અમે બેસ્ટ મિત્રો હતાં અને નાનપણથી જ સાથે હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *