નાની ઉંમરે આ યુવાન કરતો હતો કિંમતી વસ્તુઓની ચોરી, આ રીતે થયો પર્દાફાશ

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે,…

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રાજકોટ પોલીસે માત્ર 15 વર્ષના સગીર વયના એક ચોરની ધરપકડ કરી છે. અને 9 જેટલા ચોરીના ગુનામાં ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે, આ ચોરે પુછપરછ દરમ્યાન કબૂલાત પણ કરી હતી કે, ચોરી કરીને જે વસ્તુ કે, પૈસા આવતા હતા તેનાથી તે તેના મિત્રોને મોજ શોખ કરાવતો હતો.

સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાજકોટના માલવીયા કોલેજ નજીક મામલતદાર કચેરી પાસે એક આરોપી ચોરી કરવાના ઇરાદે ફરી રહી હોય તેવી શંકા જણાઇ આવે છે. તેથી પોલીસે મળેલી માહિતીના આધારે માલવીયા કોલેજ નજીક મામલતદાર કચેરી પાસેથી 15 વર્ષના ઉંમરના એક સગીરની અટકાયત કરી હતી અને ત્યારબાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનમાં સગીરનો ઇતિહાસ ચેક કરતા તેનો ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસે 15 વર્ષના સગીર ચોર પાસેથી બે વીટી અને રોકડા રૂપિયા સહિત કુલ 3,95,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં ચોરે 9 ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, સગીર ચોર દિવસના સમયે ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો અને જે જગ્યા પર ઘરના દરવાજા ખુલ્લા હોય તે જગ્યા પર ઘૂસી જતો હતો અને ઘરમાંથી રોકડા રૂપિયા અને દાગીના લઈને ભાગી જતો હતો.

પુછપરછ દરમ્યાન ચોરે જણાયું કે, તેની કોઈ ગેંગ નથી પરંતુ સગીર ચોર એકલો જ ઘરમાં ઘૂસીને ચોરીના ગુનાઓને અંજામ આપતો હતો. પોલીસની સામે 15 વર્ષના સગીર ચોરે કબૂલાત કરી હતી કે, દોઢ મહિના પહેલા ડીસામાં એક ડૉક્ટરના ઘરમાંથી 10 લાખ રૂપિયાની ચોરીની ઘટનાને પણ તેને અંજામ આપ્યો છે. આ સગીર ચોર સામે  આજીડેમ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, ચોરી કર્યા બાદ જે પૈસા કે, વસ્તુ આવતી હતી તેનાથી તે તેના મિત્રોને મોજ શોખ કરાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *