સુરત:16 વર્ષની દીકરીએ 90 ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ અને બનાવ્યું સ્વસ્તિક – દેશ વિદેશમાં થઈ રહ્યા છે વખાણ

Published on Trishul News at 5:15 PM, Tue, 24 November 2020

Last modified on November 24th, 2020 at 5:15 PM

લોકો પોતાના ટેલેન્ટ દ્વારા સતત અવનવી વસ્તુઓ બનાવતા રહે છે. તમે ઘણી વખત સ્વસ્તિકને અલગ-અગલ ડીઝાઈનમાં જોયા હશે પરંતુ એક 16 વર્ષની છોકરીએ પોતાના હાથ પગને 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરીને સ્વસ્તિકની નિશાની બનાવી હતી. પોતાના શરીરને સ્ટ્રેચ કરીને સ્વસ્તિકની નિશાનની બનાવનાર આ છોકરીના વખાણ દેશ-વિદેશના લોકો કરી રહ્યા છે. સાથે જ છોકરીએ શરીરને 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરીને બનાવેલી સ્વસ્તિકની નિશાનીવાળો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને દેશ-વિદેશમાંથી લોકો પણ આ છોકરીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ આ ફોટો સુરતની દીકરી દ્વારા બનાવવામાં આવ્યો છે. પોતાના શરીરને 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરીને સ્વસ્તિકની નિશાની બનાવનાર છોકરી સુરતમાં રહે છે અને ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે. આ છોકરીનું નામ હિર પારેખ છે અને તે એથ્લેટિક છે, હિર પારેખે રાજ્ય સ્તરની પ્રતિયોગીતાઓમાં ભાગ લઇને સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. હીરા પારેખ ગણતરીની મીનીટોમાં પોતાના હાથ અને પગને 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરીને સ્વસ્તિકની ડીઝાઈન બનાવે છે. તેનો સ્વસ્તિકના પોઝ વાળો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

હિર પારેખે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું એથ્લેટિકમાં છું અને મેં ખેલ મહાકુંભમાં ટોપ કર્યું છે અને CBSC ક્લસ્ટર ગુજરાતમાં સેકંડ આવી છું. મેં મારા શરીરને સ્ટ્રેચ કરીને સ્વસ્તિક બનાવ્યું છું અને લોકોને કહેવા માંગું છું કે, હમણાં કોરોનાના સમયમાં ખૂબ નેગેટિવીટી ચાલી રહી છે. એટલે મને જે આવડે છે તેના થકી હું લોકોમાં પોઝિટિવીટી આવે તેવા પ્રયાસ કરી રહી છું. એટલા માટે જ મેં આ સ્વસ્તિક કર્યું. નવા વર્ષના દિવસે મારા બહેન અને બધા સંબંધી મળવા આવ્યા હતા. તે સમયે મારી બહેન અને પિતા ઘરની બહાર રંગોળી કરતા હતા. એટલે તેઓ રંગોળીના ફોટા ઇન્ટરનેટ પર જોઈ રહ્યા હતા. તે સમયે એક મારા જેવડી છોકરીએ સ્વસ્તિકનું સ્વરૂપ બનાવ્યું હોવાનું જોયું હતું. એટલે મેં આ પોઝ ટ્રાય કરવાનું નક્કી કર્યું અને પહેલી વારમાં જ મારાથી આ પોઝ થઇ ગયો.

હિર પારેખે વધુમાં જણાવ્યું હતું કે, આ પોઝ મારા માટે ઇઝી એટલા માટે હતો કે, હું રોજ સ્ટ્રેચિંગ કરું છું. મેં આ પોઝ લીધા પછી મારી મમ્મીએ દીવા મૂકુયા અને મારી બહેને મેકઅપ કર્યો અને મારા પિતાએ ફોટો પાડ્યા હતા. આ ફોટો પછી મેં પોસ્ટ કર્યો. આ સ્વસ્તિક ખૂબ ઓછા લોકોથી થાય છે. સ્વસ્તિક કરવા માટે ખૂબ ફ્લેક્સિબ્લિટીની જરૂર પડે છે. જે લોકોની રોજની પ્રેક્ટિસ હોય તો તેમનાથી આસાનીથી આ સ્વસ્તિક થઇ શકે છે.

હિરના પિતા હિતેશ પારેખે જણાવ્યું હતું કે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે, આ ફોટો પોસ્ટ કર્યા પછી USA, કેનેડા અને ઇટલીમાં રહેલા અમારા મિત્રો અને સગા સંબંધીઓના મને ફોન આવી રહ્યા છે. ભારતમાં પણ પશ્ચિમ બંગાળ, કાશ્મીર, કેરલા, મધ્ય પ્રદેશથી પણ ઘણા લોકો ફોન કરીને કહે છે કે, તમારી દીકરીએ ખૂબ સારો પોઝ બનાવ્યો છે અને લોકો આ ફોટોને શેર પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "સુરત:16 વર્ષની દીકરીએ 90 ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ અને બનાવ્યું સ્વસ્તિક – દેશ વિદેશમાં થઈ રહ્યા છે વખાણ"

Leave a comment

Your email address will not be published.


*