મોબાઈલ ચાર્જરમાં મુકતી વખતે 17 વર્ષની બાળકીનો હાથ ખુલ્લા વાયરને અડી જતા નીપજ્યું કરુણ મોત

મધ્યપ્રદેશ(Madhya Pradesh): હાલમાં મધ્યપ્રદેશમાંથી એક રુવાડા બેઠા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અશોકનગર(Ashoknagar)માં એક નાની એવી ભૂલને લીધે 17 વર્ષની એક છોકરીએ જીવ…

મધ્યપ્રદેશ(Madhya Pradesh): હાલમાં મધ્યપ્રદેશમાંથી એક રુવાડા બેઠા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અશોકનગર(Ashoknagar)માં એક નાની એવી ભૂલને લીધે 17 વર્ષની એક છોકરીએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, છોકરીનો હાથ મોબાઈલ ચાર્જર(Charger)માં લગાવતી વખતે બોર્ડના સોકેટમાં અગાઉથી લાગેલા અન્ય એક ખુલ્લા તારને અડી ગયો(Touched the open wire) હતો. જેથી કરંટ લાગવાથી(Electric shock) છોકરીને વીજળીનો ઝાટકો લાગ્યો. જ્યારે ભાઈએ આ ઘટના જોઈ તો તેણો પહેલા લાકડી વડે તારને અલગ કર્યો અને બાદમાં બૂમો પાડી પરિવારના સભ્યોને બોલાવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, કરંટ લાગવાથી છોકરીની આંગળીમાં ભારે ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી છતાં તેને બચાવી શકાઈ ન હતી. શંકર કોલોનીમાં રહેતા જગન્નાથની દીકરી શિવાની બુધવારે મોબાઈલ ફોન ચાર્જ કરવા જઈ રહી હતી. આ દરમિયાન, જે બોર્ડમાં તે ચાર્જિંગ માટે ચાર્જર લગાવી રહી હતી એ સમયે બોર્ડની અન્ય સર્કિટમાં પ્લગ વગરનો તાર હતો.

મળતી માહિતી મુજબ, શિવાનીના માતા-પિતા સોયાબીનની કાપણી માટે ખેતર ગયા હતા. મોટો ભાઈ ઈંદોર ગયો હતો. એક નાનો ભાઈ ત્યાં જ રમી રહ્યો હતો. ત્યારબાદ સાંજે લગભગ 4 વાગે નાનો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે, બહેન તાર સાથે ચોટી ગઈ છે. તેણે તાત્કાલિક એક લાકડીના વડે તાર દૂર કર્યાં અને પડોશીઓને બોલાવી લીધા હતા. આ સમયે સામાન લેવા બજાર ગયેલી મોટી બહેન પણ ઘરે પરત ફરી હતી. બાદમાં આ અંગે તેણે માતા-પિતાને જાણ કરી હતી.

આ અંગે શિવાનીની મોટી બહેન લક્ષ્મીએ જણાવ્યું કે, શિવાની સફાઈ કરી રહી હતી. શિવાની પાસે એક ચાર્જર પણ પડ્યું હતું. બની શકે કે, સફાઈ કરતી વખતે દિવાલ પર લાગેલા બોર્ડમાં ચાર્જર ફસાઈ ગયું હશે. બોર્ડમાંથી બે અન્ય તાર પણ લાગેલા હતા. બોર્ડમાં અગાઉથી જ લાગેલા એક તારને શિવાનીની આંગળીનો સ્પર્શ થઈ ગયો હશે. જાણવા મળ્યું છે કે, શિવાની હજી તો ગ્વાવિલયની નવોદય વિદ્યાલયમાં ફક્ત ધોરણ-8માં જ અભ્યાસ કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *