વડોદરામાં મિત્રએ જ 19 વર્ષીય યુવતીને બનાવી હવસનો શિકાર- આઘાતમાં આવેલી યુવતીએ કર્યો આપઘાત

હાલમાં જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું…

હાલમાં જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે, યુવાને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 19 વર્ષની કબડ્ડી પ્લેયર યુવતીએ ગઈકાલે રાત્રે તેના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. યુવતીનો આરોપ છે કે, તેના મિત્રોએ તેના પર ગેંગરેપ કર્યો હતો.

વડોદરાના લક્ષ્મીપુરામાં ભાડે મકાનમાં રહેતી એક યુવતીએ શુક્રવારે સવારે આપઘાત કરી લીધો હતો. ભાડાના મકાનમાં રહેવા દરમિયાન વિદ્યાર્થીનીએ ત્રણ યુવકો સાથે મિત્રતા કરી હતી. આપઘાત કરતા પહેલા મૃત વિદ્યાર્થીએ રાત્રે ત્રણ મિત્રો સાથે રૂમમાં દારૂ પીધો હતો. યુવતીનો આરોપ છે કે, આ દરમિયાન તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

સવારે યુવતીએ તેના મિત્રને ફોન કરીને આખી ઘટનાની જાણકારી આપી હતી અને આત્મહત્યા કરતા પહેલા આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ યુવતીએ આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, છ મહિના પહેલા તેની માતાનું મોત નીપજ્યું હતું. તેણે પોતાના રૂમમાં 2 યુવકો અને એક યુવતી સાથે ડ્રિંક પાર્ટી પણ કરી હતી.

બધા દારૂના નશામાં હતા. ત્યારબાદ યુવતી પોતાની ભાન ભૂલી બેઠી હતી અને દિશાંત નામના યુવકે તેનો ફાયદો ઉઠાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારવાના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવતીનો મૃતદેહપોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હવે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *