શક્તિવર્ધક દવા ખાઈને બોયફ્રેન્ડે બાંધ્યા સબંધ, તડપી તડપીને મોતને ભેટી 19 વર્ષીય છોકરી

Published on: 2:46 pm, Thu, 24 November 22

બજારમાં ઘણી એવી દવાઓ છે, જેનો ઉપયોગ લોકો શારીરિક સબંધ બાંધવા માટે કરે છે. પરંતુ ઘણીવાર આવી દવાના ઓવરડોઝથી કોઈની જિંદગી પણ બરબાદ થઇ શકે છે. હાલ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે આવી જ દવાનું સેવન કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા અને ૧૯ વર્ષીય યુવતીનું મૃર્ત્યું થયું હતું. આ ઘટના પ્રકાસમાં આવતા લોકોમાં હડકંપ મચી ગયો હતો.

શહેર માંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ દરમિયાન વધુ પડતા લોહી વહી જવાને કારણે યુવતીની મૃત્યુની પુષ્ટિ થઈ છે. પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ શંકર મીણાએ જણાવ્યું કે એક યુવતીની લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. આ કેસમાં સુજીત અને કુંવારા નામના બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસમાં આ બંને સામે નોંધાયેલ કેસ ખોટો જણાયો હતો. બાદમાં પોલીસ અને એસઓજીએ તેના પ્રેમીની વોટ્સએપ ચેટ અને અન્ય વિગતો જોઈને તેની ધરપકડ કરી હતી.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પ્રેમીની કડક પૂછપરછ કરવા પર જાણવા મળ્યું કે, બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. પરફોર્મન્સ વધારતી દવાઓ (શારીરિક પાવર વધારતી દવા) નો ઓવરડોઝ લીધા બાદ પ્રેમી છોકરીને મળવા ગયો હતો. જાણવા મળ્આયું છે કે, જયારે પ્રેમી છોકરીને મળવા ગયો ત્યારે છોકરી ઘરમાં એકલી હતી. એકલતાનો લાભ લઇ યુવકે પ્રેમિકા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે, ગૌતમે નામના પ્રેમીએ કબૂલ્યું કે શારીરિક સંબંધ બાંધ્યા પછી છોકરી બેહોશ થઈ ગઈ અને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું. લોહી જોઈ ગૌતમ ડરીને ત્યાંથી ભાગી ગયો. ચિકિત્સા અધિકારી ડૉ. સત્ય પ્રકાશે જણાવ્યું કે, યુવતીનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.