સુરતના ડિંડોલી વિસ્તારમાં 19 વર્ષિય યુવકની ગળુ દબાવી હત્યા અને પછી કર્યું એવું કે….

Published on: 6:25 pm, Mon, 14 September 20

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ક્યાંક બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. તો કોઈ જગ્યાએ દેહ વ્યાપારની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ડિંડોલી વિસ્તારમાં જે હત્યાનો બનાવ બન્યો છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં 19 વર્ષિય યુવકનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. અંગત મિત્રો દ્વારા જ પૈસાની લેતી-દેતી બાબતે મિત્રની હત્યા કર્યાની વાત સાંભળવા મળી રહી છે.

હત્યા કર્યા બાદ લાશને ઓળખ ન થાય એટલા માટે તેમણે નવો રસ્તો અપનાવ્યો હતો. ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશની ઓળખ છુપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. એવામાં ડીંડોલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા જરીના કારીગરની સી.આર.પાટીલ બ્રિજની નીચે આવેલ ભુસાવલ ભેસ્તાન મુંબઈ બાયપાસ રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરું કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે જરીના કારીગરની તેના મુકાદમે ગળુ દબાવી હત્યા કતી હતી. એડવાન્સમાં રૂ.5 હજાર લીધા બાદ કારીગર કામ ઉપર જતો ન હોય બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈને તેની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવા માટે લાશને ભુસાવલ મુંબઈ બાયપાસ રેલવે ટ્રેક પર ફેકી દીધી હતી. દરમિયાન રેલેવ ટ્રેક પરથી વિચિલિત અવસ્થામાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેના અંતે ખુલાસો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en