સુરતમાં CAનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, છોકરા સાથે મોપેડ પર જતી CCTVમાં કેદ

Published on Trishul News at 2:22 PM, Sat, 31 July 2021

Last modified on July 31st, 2021 at 2:22 PM

સુરત(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં લુખ્ખા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવતી હોય છે. અને ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારની સોસાયટીની એક સીએની વિદ્યાર્થિની ઘરેથી બૂક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીના રત્નકલાકાર પિતાને ફોન કરી જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થિની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ખંડણી માંગતા અપહરણ થયું હોવાની શક્યતા છે જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ કોઈ છોકરા સાથે હોવાનું લાગી રહ્યું છે

જાણવા મળ્યું છે કે, હીરા ઘસવાની મજૂરી કામ કરતા કિરિટભાઈની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી ગયા બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નીકળી હતી અને ત્યારબાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો અને દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેતા પરિવાર પણ મુંજવણમાં પડી ગયો હતો. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ-અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ફોન આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હોવાના કારણે ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા. તેથી કોની સાથે સંપર્કમાં હતી છેલ્લે કોની સાથે વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી. જાણવા મળ્યું છે કે, સવા છ વાગે ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. આ બધી બાબતો શંકા ઉપજાવનારી છે.

આ અંગે પીઆઈ પીએ આર્ય દ્વારા અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત, યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસને આશંકા છે કે, યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે. નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લગાવવામાં અવી રહી છે. પોલીસ દ્વારા હાલ ચારેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે, યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા હાલ વધી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં CAનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, છોકરા સાથે મોપેડ પર જતી CCTVમાં કેદ"

Leave a comment

Your email address will not be published.


*