સુરતમાં 29 વર્ષીય શિક્ષિકાને 20 વર્ષના વિદ્યાર્થી સાથે પાંગર્યો પ્રેમ, વિદ્યાર્થીએ વારંવાર હવસ ઉતારી તરછોડી દીધી

સુરત શહેરમાં ફરીએકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં એક વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મળતી માહિતી અનુસાર વર્ષ 2015માં ડીંડોલીમાં કમ્યુટર વિષય…

સુરત શહેરમાં ફરીએકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં એક વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મળતી માહિતી અનુસાર વર્ષ 2015માં ડીંડોલીમાં કમ્યુટર વિષય શીખવવા આવતી ટીચર સાથે ૨૦ વર્ષના વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી હતી અને અવારનવાર સબંધો પણ બાંધ્યા હતા. વર્ષ ૨૦૧૫ માં બનેલી ઘટના અનુસાર વિદ્યાર્થીએ ટીચરને ડુમસ લઇ જઈને સેંથામાં સિંદુર ભરીને લગ્ન કરવાની વાતો કરી હતી. પરંતુ છ વર્ષ પછી વિદ્યાર્થીએ તરછોડી દીધી હતી અને આ અંગે ૨૯ વર્ષીય ટીચરે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

હાલ નવાગામમાં રહેતી 29 વર્ષીય શિલ્પા (ફરીયાદી મહિલાનું નામ બદલ્યું છે) 9 વર્ષ પહેલાં ડિંડોલીના એક કલાસમાં કોમ્પ્યુટર શીખવા જતી હતી. આ જ ક્લાસમાં વર્ષ 2015માં ૨૬ વર્ષીય હિતેશ રામદાસ મિશ્રા કોમ્પ્યુટર શિખવા માટે  આવતો હતો. મળતી માહિતી અનુસાર હિતેશ ડીંડોલીના ગંગાનગરમાં રહેતો હતો. આ દરમિયાન ટીચર અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પછી તો બંને ડુમસ ફરવા પણ ગયા હતા અને આ દરમિયાન હિતેશે વાતવાતમાં લગ્નની પણ વાતો કરી હતી. શિલ્પાને લગ્નની ઈમોશનલ વાતોમાં લઈને હિતેશે સબંધ પણ બાંધ્યા હતા. આટલું જ નહિ પરંતુ ઘણીવાર હિતેશે લગ્નની લાલચ આપીને શિલ્પા સાથે શારીરિક સુખ માણ્યું હતું.

આ ઘટનાને છ વર્ષ પછી હિતેશે શિલ્પાને કહ્યું હતું કે, મારા લગ્ન સમાજમાં થવાના છે. આવું કહી હિતેશે શિલ્પાને તરછોડી દીધી હતી. આ વાતને છ મહિના પછી ફરીથી એકવાર હિતેશ શિલ્પાને મળ્યો હતો અને શિલ્પાને કહ્યું હતું કે, ‘તે કોઈ બીજા સાથે લગ્ન નથી કરવાનો, તારી સાથે જ કરવાનું છું’. આવી ઈમોશનલ વાતો કરી ફરીએકવાર હિતેશે શિલ્પા સાથે સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને ત્યાર પછી ફરીએકવાર હિતેશે શિલ્પાને લગ્નની ના પાડી તરછોડી દીધી હતી. પરંતુ આ વખતે શિલ્પાએ આ ઘટના અંગે તેના ભાઈને વાત કરી હતી. ત્યારે તેના ભાઈએ હિતેશ વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અવારનવાર “લગ્ન કરવાના જ છીએ” કહીને શરીર સુખ માણ્યું હતું…
ડુમસ લઇ જઈને સેંથામાં સિંદુર ભરીને હિતેશે શિલ્પાને કહ્યું હતું કે, ‘હવે આપણે પતિ-પત્ની છીએ, જો તું સબંધ નહિ માણવા દે, તો હું મરી જઈશ’ આવું કહીને અવારનવાર શરીરક સબંધ બાંધ્ય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *