સુરતમાં ઇચ્છાપોરના દામકા ગામના તળાવમાં 21 વર્ષના યુવકનું ડૂબવાથી મોત

સુરત શહેરમાં ઇચ્છાપોરના દામકા ગામના તળાવમાં 21 વરસનો યુવક ડૂબી જતા ભાગદોડ મચી ગઇ હતી. 6 કલાક બાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ઘટના…

સુરત શહેરમાં ઇચ્છાપોરના દામકા ગામના તળાવમાં 21 વરસનો યુવક ડૂબી જતા ભાગદોડ મચી ગઇ હતી. 6 કલાક બાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી યુવકને તળાવના પાણીમાંથી ડૂબકી લગાવી બહાર કાઢ્યો હતો. તે ગત રોજ બપોરે 3 વાગે તળાવમાં નહાવા પડ્યો હતો. 21 વર્ષીય યુવકની શોધખોળ કરતા પરિવારને તળાવમાં બપોરે નહાવા પડ્યો હોવાનું વૃદ્ધે જણાવ્યા બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર ઓફિસર ઈશ્વર પટેલ અને તેમની ટીમે રાત્રીના અંધારામાં તળાવમાંથી યુવકના મૃતદેહને શોધી કાઢતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

યુવક એસ્સાર પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો
યુવકના મિત્ર હરમીતએ જણાવ્યું હતું કે, હું સાંજે ક્રિકેટ રમીને આવ્યો ત્યારે ખબર પડી એટલે મે ફાયરને જાણ કરી હતી. રાહુલ પટેલ (ઉ.વ. 21) હજીરા નજીકના એસ્સાર પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. બે મોટા ભાઈ અને માતા સાથે રહેતો હતો.

6 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળે ગયા બાદ ખબર પડી હતી કે ગામના એક વૃદ્ધે કોઈને બપોરે તળાવમાં નહાતા જોયો હતો. ત્યારબાદ પરિવારને રાહુલના ચંપલ અને કપડાં કિનારેથી મળી આવ્યા હતા. જોકે, 6 કલાક બાદ રાહુલ તળાવમાંથી મળી આવ્યો હતો. ઇચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *