આ યુવતી 23 વર્ષની ઉંમરે બની 20 બાળકોની માતા, હજી પરિવાર વધારવાની છે ઈચ્છા

સમગ્ર વિશ્વમાં ઘણા એવા દેશો છે, જ્યાં સરોગેસીનું ચલણ વધી રહ્યું છે. આ દરમિયાન આજે અમે તમને રશિયાની એક મહિલાની વાત જણાવીશું. જાણવા મળ્યું છે…

સમગ્ર વિશ્વમાં ઘણા એવા દેશો છે, જ્યાં સરોગેસીનું ચલણ વધી રહ્યું છે. આ દરમિયાન આજે અમે તમને રશિયાની એક મહિલાની વાત જણાવીશું. જાણવા મળ્યું છે કે, રશિયામાં એક શ્રીમંત પરિવારની મહિલાએ એક વર્ષમાં 20 બાળકને જન્મ આપ્યો છે. રશિયામાં રહેતી આ મહિલાનું નામ છે ક્રિસ્ટીના ઓજટર્ક છે. હાલ તે 21 બાળકની માતા છે. આ બાળકોની સંભાળ રાખવા 16 કાયમી નેની રાખવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, આ મહિલા પોતે જાતે જ આ બાળકોની સંભાળ રાખવામા વ્યસ્ત રહે છે. તે મહિલાનું કહેવું છે કે તેને પોતાના પરિવારને હજી પણ મોટું કરવાની ઈચ્છા છે.

આ ઉપરાંત, 23 વર્ષની ઉંમરમાં 21 બાળકની માતા બનેલી ક્રિસ્ટીના ઓજટર્કએ જણાવ્યું હતું કે, તે પોતાના કરોડપતિ પતિ ગૈલીપને જ્યારે મળી, ત્યારે તેણે એક મોટા પરિવારનું સપનું જોયું હતું. જોકે, તેના 57 વર્ષીય પતિ ગૈલીપ પહેલેથી જ લગ્ન કરી ચૂકેલા હતા. જોર્જિયાના પ્રવાસ દરમિયાન ગૈલીપ સાથે તેની મુલાકાત થઇ હતી. ગૈલીપ જણાવે છે કે, ક્રિસ્ટીના હસમુખી અને થોડી શરમાળ છે. મને તેનામાં રહેલા આ ગુણ ખૂબ જ પસંદ આવ્યા હતા.

ક્રિસ્ટીના જણાવે છે કે, તે વધુ ઊંઘ લઈ શકતી નથી. પરંતુ, તેમનું કહેવું છે કે તેના માટે કોઈ મુશ્કેલીઓ નથી. કારણ કે, તેમણે એક મોટો પરિવાર રાખવા માટેનો નિર્ણય લીધો છે. જાણવા મળ્યું છે કે, ક્રિસ્ટીનાના પતિ ગૈલીપ પર્યટન, પરિવહન ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. તેઓ મૂળ રૂપે તુર્કીના છે. પણ 2013થી જોર્જિયામાં રહે છે. ગૈલીપ તુર્કીની કંપની મેટ્રો હોલ્ડિંગના સ્થાપક છે. જોર્જિયામાં તેમનું 500 મિલિયન ડોલરનું રોકાણ પણ છે.

ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે, 20 બાળકોની માતા બનવા માટે તેણે સરોગેસીનો આધાર લીધો હતો. એક વર્ષ પહેલાં તેની પાસે એક બાળક હતું, પરંતુ ત્યાર બાદ તે અન્ય 20 બાળકોની માતા બની. સરોગેટ્સ માટે તેણે લગભગ 1 કરોડ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સામે અવાયું છે. ત્યારબાદ તેનો પરિવારનો ખૂબ જ ઝડપથી વિસ્તાર થયો.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી ગૈલીપ અને ક્રિસ્ટીના જેની પાસે પહેલેથી જ 6 વર્ષીય વિકટોરિયા નામની બાળકી હતી. તેમણે ગયા વર્ષે માર્ચમાં મુસ્તફા નામના એક પુત્રને સરોગેટ દ્વારા જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને હવે તેના ચાર મહિનાથી લઈને 14 મહિના સુધીનાં બાળકો છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી ગૈલીપ અને ક્રિસ્ટીના જેની પાસે પહેલેથી જ 6 વર્ષીય વિકટોરિયા નામની બાળકી હતી. તેમણે ગયા વર્ષે માર્ચમાં મુસ્તફા નામના એક પુત્રને સરોગેટ દ્વારા જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને હવે તેના ચાર મહિનાથી લઈને 14 મહિના સુધીનાં બાળકો છે.

ત્રણ માળની હવેલીમાં રહેતા આ કરોડપતિ પરિવાર દર સપ્તાહે 20 મોટા પેકેટ લંગોટ અને 53 પેકેજ બેબી ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. ક્રિસ્ટીનાએ ધ સનને જણાવ્યુ હતું કે, તમામ બાળકોને જરૂરી ચીજ-વસ્તુઓ માટે દર સપ્તાહે લગભગ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાબતે ક્યારેક થોડા વધુ કે ક્યારેક થોડો ઓછો પણ ખર્ચ થાય છે.

ક્રિસ્ટીના કહે છે, તે ભવિષ્યમાં હજી વધુ બાળકો માટેની યોજના બનાવી રહી નથી. પરંતુ, સ્વાભાવિક રીતે તે વધુ બાળકો માટે ઇનકાર કરતી પણ નથી. તે જણાવે છે, ‘હું મારી ગર્ભધારણ કરવાની યોજના બનાવી રહી છુ. કારણ કે, હાલ મારે મારાં બાળકોની સાથે રહેવાની જરૂર છે.

આ ઉપરાંત પોતાની દિનચર્યા વિશે વાત કરતાં ક્રિસ્ટીના કહે છે કે, તેના દિવસો ક્યારેય કંટાળાજનક નથી હોતા. કારણ કે, તે હંમેશાં બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેતી હોય છે. સામાન્ય રીતે બાળકો લગભગ આઠ વાગ્યાની આસપાસ સૂતાં હોય છે અને સવારે 6 વાગ્યા સુધી સૂતા હોય છે. જ્યારે સૌથી મોટી પુત્રી વિક્ટોરિયા સવારે 7 વાગ્યે જાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *