દર્દનાક મોતનો LIVE વિડીયો- મંદિરમાં ફોટા પડાવી રહેલા યુવક પર કાળ બનીને ત્રાટક્યો…

Published on Trishul News at 3:00 PM, Fri, 12 August 2022

Last modified on August 12th, 2022 at 3:00 PM

રાજસ્થાન(rajasthan)ના જયપુર(jaipur)માં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિ પર અક્ષય પાત્ર મંદિર(Akshay Patra temple)ની બહાર ફોટોગ્રાફી(Photography) કરતી વખતે પથ્થરનું બોર્ડ(stone board) પડી જતાં તેનું મુત્યુ નીપજ્યું હતું. આ યુવક તેના મિત્રો સાથે મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. પાછા ફરતી વખતે મંદિરની બહાર આવેલા પથ્થરના બોર્ડ પાસે તે ફોટા પડાવી રહ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો. આ ઘટના સોમવારે બપોરે 12 વાગ્યે જયપુરના જગતપુરા(Jagatpura)માં બની હતી. અકસ્માત (accident)નો લાઈવ વીડિયો મંગળવારે સામે આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ દેવવ્રત શુક્લા (32) છે. દેવવ્રતના મિત્ર ભૂપેશે જણાવ્યું કે શનિવારે તે પીએફના પૈસા ઉપાડવા જયપુર આવ્યો હતો. જ્યારે પીએફની ઓફિસ બંધ હતી ત્યારે તે જયપુરમાં મિત્રના ફ્લેટમાં રોકાયો હતો. સોમવારે તેઓ પ્લોટ જોવા માટે નીકળ્યા હતા. રસ્તામાં દેવવ્રતે અક્ષયપાત્ર મંદિરમાં દર્શન કરવાનું કહ્યું. દર્શન કર્યા પછી તેઓ સેલ્ફી લેવા માટે રોકાયા હતા.

દેવવ્રત મંદિરની બહાર પથ્થરના બોર્ડના થાંભલા પાસે ઉભો રહીને ફોટો પાડી રહ્યો હતો. તે દરમિયાન અચાનક થાંભલો પડ્યો અને યુવકના માથા સાથે અથડાયો. યુવક થાંભલા નીચે દબાઈ ગયો હતો. તાત્કાલિક તેનો મિત્ર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ:
અકસ્માતની જાણ થતાં રામનગરિયા પોલીસ સ્ટેશનના સીઆઈ રાજેશ કુમાર શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે કહ્યું – આ એક અકસ્માત છે. જે થાંભલા પર દેવવ્રતે ફોટો પડાવવા માટે પોતાના શરીરનો ટેકો આપ્યો હતો તે સ્તંભ પડી ગયો. આ કારણે થાંભલાની ઉપર મૂકેલો એક મોટો પથ્થર પહેલા દેવવ્રતના માથા પર વાગ્યો. પછી પાંસળી અને કમર પર પડ્યો. આ પછી દેવવ્રત બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી.

યુવાનનો 4 મહિનાનો પુત્ર:
દેવવ્રતને 4 વર્ષની પુત્રી વાણી અને ચાર મહિનાનો પુત્ર કૃષ્ણ છે. યુવક થોડા વર્ષો પહેલા નોકરી કરતો હતો. અત્યારે બેરોજગાર હતો. દેવવ્રતના મંગળવારે બાંદીકુઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Nauman Ahmed
Nauman Ahmed is Journalist and Digital Sub editor at Trishul News.

Be the first to comment on "દર્દનાક મોતનો LIVE વિડીયો- મંદિરમાં ફોટા પડાવી રહેલા યુવક પર કાળ બનીને ત્રાટક્યો…"

Leave a comment

Your email address will not be published.


*