અમેરિકાની ધરતી પર નિર્માણ પામી 49 ફૂટ ઉંચી નીલકંઠવર્ણીની પ્રતિમા, ભવ્યાતિભવ્ય રીતે થયું ઉદ્ઘાટન- જુઓ દ્રશ્યો

Published on Trishul News at 2:35 PM, Mon, 11 October 2021

Last modified on October 11th, 2021 at 2:35 PM

ભગવાન સ્વામિનારાયણ (Lord Swaminarayan) ને તો સૌ કોઈ જાણતા જ હશે. રામ જન્મભૂમી અયોધ્યા (Ayodhya) આવેલ છપૈયા (Chapaiya) માં એમણે જન્મ ધારણ કર્યો હતો તેમજ તેઓ સહજાનંદ (Sahajanand), નીલકંઠવર્ણી (Nilkanthavarni), શ્રીજી મહારાજ (Shriji Maharaj) જેવા અનેકવિધ હુલામણા નામથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે.

આપને જણાવી દઈએ કે, વિક્રમ સંવત ૧૮૪૯ ના રોજ અષાઢ સુદ દશમ, તા. ૨૯-૬-૧૭૯૨ ને દિવસે માત્ર 11 વર્ષની વયમાં વહેલી સવારમાં સાંસારિક સુખને તિલાંજલિ આપી દીધી હતી, બ્રહ્માંડ ના સર્વે જીવમાત્રનું આત્યંતિક કલ્યાણ કરવા માટે એમણે ગૃહત્યાગ કર્યો હતો.

ધસમસતી સરયૂ નદીના પ્રવાહમાં સવાર થઈને એમણે પોતાની મહા કલ્યાણ યાત્રાની શુભ શરૂઆત કરી હતી. સંપૂર્ણ ભારત ની આ યાત્રામાં નીલકંઠ વર્ણી એ તમામ પ્રકારની વસ્તી માંથી પસાર થયા હતા. એક તરફ વિશાલ મહાકાય રણ કે જ્યાં પાણીના એક ટીપા માટે પણ તરસતું રહેવું પડે તો બીજી તરફ ચેરાપુંજી જેવા ગાઢ જંગલો કે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે.

આવી તો કેટકેટલીય કપરી જગ્યાઓ પર નીલકંઠ વર્ણીએ વન-વિચરણ કર્યું છે. ઉતરમાં પૃથ્વીની સૌથી ઉંચી પર્વત સ્રીન્ખ્લા પર પહોચ્યા હતા. અહિનું તાપમાન ઝીરો ડીગ્રી કરતા પણ ઓછું હોઈ છે તેમજ અહિ 100 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂકાતો હોઈ છે.

આવા સમયમાં 20 મિનીટ પણ ખુલ્લા માં રહેવું એ સામેથી મોતને આમંત્રણ આપવા જેવું છે. જયારે નીલકંઠ વર્ણી, ખુલ્લા પગે તેમજ ખુલ્લા શરીરે કેવી રીતે અહી જીવતા બચી ગયા એ હજુ પણ એક રહસ્ય જ છે. તેઓ જ્યાં પણ જતા ત્યાના લોકો એમને જોઈને આશ્ચર્ય ચકિત થઇ જતા હતા.

નીલકંઠ વર્ણી કોઈપણ દિવસ પોતાની પરંપરાને ભૂલ્યા નથી, તેઓ દરરોજ સવારમાં નિત્ય પૂજા અર્ચના કરતા તેમજ
એમની શોભા અનેરી હતી. જયારે હાથમાં તુલસી ની બેવડી માળા, કાળા ભમ્મર વાંકડિયા વાળની જટા, તેજસ્વી મુખ તેમજ આંખોમાં ધ્યેય સુધી પહોચવા ની દ્રઢતા હતી. અનેક લોકોના કલ્યાણ કરવાની ધગશ તેમના ચરણોની ગતિ માં વાર્તાઈ રહી હતી.

નીલકંઠ નામ ધારણ કરીને સતત 7 વર્ષ સુધી કુલ 12,000 કિમીની પદયાત્રા કરીને એમણે 169 જેટલા તીર્થસ્થળોની યાત્રા કરી હતી તેમજ પોતાના કર્મક્ષેત્ર એવા ગુજરાત પ્રદેશમાં લોજ ગામમાં પધાર્યા હતા. એમનો ઉદ્દેશ બ્રહ્માંડના સર્વે જીવમાત્ર નું આત્યંતિક કલ્યાણ કરવાનો હતો.

ખુબ જ ગર્વની વાત કહેવાય કે. લૌકિક વિકાસ માં શિરમોર એવા અમેરિકાની ધરતી પર BAPS સંસ્થા અક્ષરધામનું નિર્માણ કરાવી રહી છે રોબિનસ્વીલ ,ન્યુ જર્સીમાં પરલોક માં સર્વોત્તમ એવા પુરુષોત્તમના ધામ અક્ષરધામનું નિર્માણ તીવ્ર ગતિ એ ચાલી રહ્યું છે.

ગઈકાલે એટલે કે, 10 ઓક્ટોબરના રોજ પુરુષોત્તમનું તપોનિષ્ઠ સ્વરૂપ નીલકંઠ રૂપે આકાશની ઊંચાઈઓને આંબતી 49 ફૂટ ઊંચી પંચધાતુ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થયા છે. હાલમા અમેરિકાની ઉપભોગ વાદી સંસ્કૃતિને અધ્યાત્મના રંગ ચડાવશે તેમજ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના વાવટા ફરકાવીને જીવમાત્રને આત્યંતિક મોક્ષ નો માર્ગ ચિંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અમેરિકાની ધરતી પર નિર્માણ પામી 49 ફૂટ ઉંચી નીલકંઠવર્ણીની પ્રતિમા, ભવ્યાતિભવ્ય રીતે થયું ઉદ્ઘાટન- જુઓ દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*