સુરત : જહાંગીરપુરામાં 6 વર્ષની માસૂમ બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું ..

Surat: A 6-year-old girl was raped by a neighbor in Jahangirpura ..

TrishulNews.com

જહાંગીરપુરા ઇસ્કોન મંદિર નજીક હડપતિવાસમાં રહેતી એક 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી પોલીસને દોડતી કરી દીધી હતી. દીકરીની ચિચ્યારી સાંભળી દોડી ગયેલી માતાને પડોશીના ઘરમાંથી દીકરી નગ્ન હાલતમાં અને પાડોશીના સકંજામાંથી મળી આવતા ચોંકી ગઈ હતી.

બાળકીએ દુષ્કર્મીને ઓળખી બતાવ્યો

પારિવારિક સંબધ ધરાવતા પાડોશી વ્યક્તિએ જ એક ગરીબ પરિવારની દીકરીને પોતાનો શિકાર બનાવતા નજરે જોઈને માતાએ બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા. પોતાની માસૂમ બાળકી પર નજર બગાડનાર પ્રકાશ ઉર્ફે સુખા સામે માતાએ આંગળી ચીંધી હકીકત કહેતા ઉશ્કેરાયેલા લોકોએ નરાધમને જાહેરમાં ફટકારી પોલીસને હવાલે કરી દીધો હતો. મોડી રાત્રે જહાંગીરપુરા પોલીસ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લઈ આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જોકે, થોડીવાર બાદ હવસખોર પ્રકાશ ઉર્ફે સુખાને પણ સારવાર માટે સિવિલ લવાતા બાળકીએ તમામ ડોક્ટરોની હાજરીમાં દુષ્કર્મીને ઓળખી બતાવ્યો હોવાનું મેડિકલ ઓફિસર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું.

Loading...

ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યા

ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર, સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 12 વાગ્યા બાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ એક દુષ્કર્મ પીડિત બાળકીને તબીબી તપાસ માટે લઈ આવ્યા હતા. બાળકીને તપાસ દરમિયાન ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. બાળકીની માતાના નિવેદન મુજબ પારિવારિક સંબધ ધરાવતા પ્રકાશ ઉર્ફે સુખા રાજુ રાઠોડ નામના વ્યક્તિએ તેમની બાળકી પર દુષ્કર્મ કરતા રંગેહાથે પકડી પાડ્યો હતો.

બુધવારની મોડી સાંજે અચાનક દીકરીની ચિચયારી સાંભળી તેઓ દોડી જતા પ્રકાશના ઘરમાંથી બાળકી નગ્ન હાલતમાં મળી આવી હતી. હવસખોર પ્રકાશ નગ્ન થઈ બાળકીને પોતાનો શિકાર બનાવતા જોઈ તેઓના હોશ ગુમાવી બેઠા હતા. બે લાફા મારી બુમાબુમ કરી દેતા દોડી આવેલા લોકોએ પ્રકાશ ઉર્ફે સુખાને માર માર્યો હોવાનું પણ માતાએ જણાવ્યું હતું. હાલ જહાંગીરપુરા પોલીસ તપાસ કરી રહી છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.